કલોલ નગરપાલિકા દ્વારા આ બે સ્થળોએ આધુનિક શૌચાલયનું નિર્માણ કરાશે

કલોલ નગરપાલિકા દ્વારા આ બે સ્થળોએ આધુનિક શૌચાલયનું નિર્માણ કરાશે

Share On

કલોલમાં આ બે સ્થળોએ આધુનિક શૌચાલય નું નિર્માણ કરાશે

કલોલમાં  નવી સ્ટાઇલથી આધુનિક શૌચાલય બનવા જઈ રહ્યા છે. શહેરની સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને કલોલ નગર પાલિકા દ્વારા તેનું નિર્માણ કરવામાં આવનાર છે. ગુજરાત સ્થાપના દિવસે કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલ દ્વારા તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

કલોલમાં આવેલ જ્યોતીશ્વર મહાદેવ ચોક સામે અને બીએસએનએલ ઓફિસની બાજુમાં નવા આધુનિક પે એન્ડ યુઝ શૌચાલયનું નિર્માણ કરવામાં આવનાર છે. નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલે જણાવ્યું હતું કે કલોલ નગરપાલિકા દ્વારા પ્રાયોગિક ધોરણે બે જગ્યાએ અત્યંત આધુનિક ટોયલેટ બ્લોક બનાવવાની તૈયારીમાં છે એ સિવાય જગ્યા પ્રમાણે અને વસ્તીના ધોરણ પ્રમાણે કલોલ ને અમદાવાદ બરોડા જેવા મહાનગર ની જેમ મોર્ડન રૂપ આપવાની અમારી  તૈયારી છે. આ પ્રોજેક્ટમાં સફળતા મળશે તો આગળ બીજા પણ પ્લાનિંગ છે.

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર