કલોલમાં પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો પકડતા ચકચાર 

કલોલમાં પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો પકડતા ચકચાર 

Share On

કલોલમાં પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો પકડતા ચકચાર

કલોલમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ પકડાતા ચકચાર મચી ગઇ હતી પોલીસે બાતમીને આધારે તપાસ કરતા  ઓરડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેને પગલે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
 આ અંગે મળતી વિગતો અનુસાર પોલીસ જવાનોને બાતમી મળી હતી કે સેન્ટ ઝેવિયસ સ્કુલ ની સામે આવેલ મરિયમ ની ચાલી માં જોગણી માતાના મંદિર પાસે આવેલ પ્રથમ ઓરડીમાં રોહિત પ્રધાનજી ઠાકોર  દારૂનો વેપાર કરે છે જેને લઇને પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ ચાલતા ચાલતા મરિયમને ચાલી માં આવેલ જોગણી માતાના મંદિર પાસે આવેલ ઓરડી પાસે જતાં રોહિત જી પ્રધાનજી ઠાકોર હાજર મળી આવેલ તેમજ તેને લઈને પ્રથમ ઓરડીમાં લઇ જતા ઓરડી ખોલતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો.
 પોલીસે ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી જેમાં એક બોટલ ની કિંમત 400 રૂપિયા હતી એવી સાઈઠ બોટલો જપ્ત કરી હતી. પોલીસે કુલ 24 હજાર રૂપિયાનો દારૂનો જથ્થો પકડયો હતો આ દારૂની બોટલ તે જયેન્દ્રસિંહ ડાભી આપી ગયો હતો તેમ જણાવ્યું હતું જેને લઇ એ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

કલોલ સમાચાર