કલોલના જાહેર શૌચાલય બિસ્માર બન્યા, કોઈના કામમાં નથી આવતા
કલોલના પૂર્વમાં આવેલ જાહેર શૌચાલય બંધ થઇ ગયા છે.કેટલાક ખંડેર હાલતમાં ઉભા છે. જેને લઈને લોકોમાં નારાજગી જોવાઈ છે. કલોલમાં લોકોની સુખાકારી માટે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ જાહેર શૌચાલય મરામત ના અભાવે શોભાના ગાંઠિયા સમાન બની ગયાં છે.શૌચાલયોની સફાઇ નહિ થતી હોવાથી ગંદકી અને દુર્ગંધથી લોકો ત્રાસી ગયા છે.
કલોલમાં મોટાભાગના જાહેર શૌચાલય ચાલુ સ્થિતિમાં છે પરંતુ રેલવે પૂર્વમાં આવેલ બંને શૌચાલયનું કોઈ રણીધણી ન હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. શહેરના બીવીએમ ફાટક પાસે આવેલ શૌચાલય બંધ કરી દેવાયું છે. આ શૌચાલય હાલ એકદમ જર્જરિત હાલતમાં છે. જાળવણી ન અભાવે તેને બંધ કરી દેવાયું હતું ત્યારબાદ તે ખંડેર હાલતમાં છે. તેની આસપાસ પણ ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય છવાયું હોવાથી લોકો ડરી રહ્યા છે. આ શૌચાલયનો ઉપયોગ અસામાજિક તત્વો કરતા હોવાની વિગતો પણ સામે આવી છે.
બીજી તરફ બળિયા ફાટકે આવેલ શૌચાલય પણ બિસ્માર હાલતમાં છે જેને પગલે ભાગ્યે જ તેનો કોઈ ઉપયોગ કરે છે. જર્જરિત માં કોઈ જાય અને દુર્ઘટના ઘટે તે અગાઉ તેને ઉતારી લેવા જરૂરી બન્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ
1 thought on “ કલોલના જાહેર શૌચાલય બિસ્માર બન્યા, કોઈના કામમાં નથી આવતા ”