કલોલ હાઇવે ખાતે બાઈક ચાલક પર ટ્રકનું પૈડું ફરી વળતા મૃત્યુ
કલોલ હાઇવે પર થયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. બાઈક ચાલક બોરીસણા ગરનાળા પુલ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પાછળથી આવેલ વાહને ટક્કર મારી હતી. ટ્રકનું પૈડું યુવકના માથા પર ફરી વળતા ઘટના સ્થળે જ યુવકનું મૃત્યુ થયું હતું. અકસ્માતની જાણ થતા જ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
હાઇવે પર એક બાઈક ચાલક અમદાવાદ તરફ જવા માટે પસાર થઇ રહ્યો હતો. ત્યારે પાછળ આવતા વાહને તેને ટક્કર મારી હતી. જેથી તેણે બાઈક પરનો કાબુ ગુમાવતા ડિવાઈડર કુદાવી સામેની તરફ પડ્યો હતો.અહીં આવતી એક ટ્રક નીચે તે આવી જતા માથું કચડાઈ ગયું હતું. બનાવની જાણ 108 અને ટોલ ટેક્સની ટીમને થતા સ્ટાફ દોડી આવ્યો હતો. બીજી તરફ પોલીસને ઘટનાની તપાસ કરી અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ
1 thought on “કલોલ હાઇવે ખાતે બાઈક ચાલક પર ટ્રકનું પૈડું ફરી વળતા મૃત્યુ ”