કલોલ પોલીસે હાઇવે પરથી બે અલગ અલગ ગાડીઓમાંથી વિદેશી દારૂ પકડ્યો 

કલોલ પોલીસે હાઇવે પરથી બે અલગ અલગ ગાડીઓમાંથી વિદેશી દારૂ પકડ્યો 

Share On

કલોલ હાઇવે પર બે અલગ અલગ ગાડીઓમાંથી વિદેશી દારૂ પકડાયો

કલોલ પોલીસે હાઇવે પર ધોંસ બોલાવીને દારૂ પકડવાની કામગીરી હાથ ધરી છે. છેલ્લા કેટલાક સમયથી દારૂનું વેચાણ અને હેરફેર વધી રહી છે તેની પર અંકુશ લગાવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને બે અલગ લાગે બાતમી મળતા હાઇવે પર રહેલ ગાડીઓમાંથી દારૂ પકડી પાડ્યો હતો.

કલોલ મહેસાણા હાઇવે પર જનપથ પેટ્રોલ સામે સફેદ કલરની મારુતિ સુઝુકીની સ્વીફ્ટ ગાડીમાં દારૂ હોવાની પોલીસને બાતમી મળી હતી.  જેથી પોલીસે રેડ પાડતા વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 1.44 લાખ રૂપિયાનો દારૂ પકડ્યો હતો જેમાં મેકડોવેલ્સ, સુપિરીયર ગ્રેન વ્હિસ્કીની બોટલો ઝડપી હતી. પોલીસે દારૂની હેરફેર કરનારા ઈસમને ઝડપી લીધો હતો.

કલોલ : કલ્યાણપુરામાં શોર્ટ સર્કીટને કારણે ધડાકા સાથે આગ ફાટી નીકળી

બીજી તરફ આજ સ્થળે જનપથ પેટ્રોલ પંપ સામે અલ્ટો ગાડીમાંથી 25,140 રૂપિયાનો દારૂ પકડ્યો હતો. જેમાં વિદેશી દારૂની બોટલો ઓફિસર ચોઈસ તેમજ કોટર પકડ્યું હતું. પોલીસે આ ઈસમને પણ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર