કલોલ શહેર-તાલુકામાં કોરોનાના પાંચ કેસ નોંધાતા ફફડાટ 

કલોલ શહેર-તાલુકામાં કોરોનાના પાંચ કેસ નોંધાતા ફફડાટ 

Share On

કલોલ શહેર-તાલુકામાં કોરોનાના પાંચ કેસ નોંધાતા ફફડાટ

કલોલ સહીત સમગ્ર ગાંધીનગર જિલ્લામાં કોરોના સંક્રમણનું જોર વધી રહ્યું છે. કલોલમાં ગઈકાલે વધુ પાંચ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. જેમાં ત્રણ કેસ શહેરી વિસ્તારમાં તેમજ એક શાંતિગ્રામ અને એક કેસ નારદીપુર ગામમાં નોંધાયો છે. કલોલમાં પણ કોરોના કેસ વધતા ચિંતાનો માહોલ સર્જાયો છે. બીજી તરફ આજથી વેક્સીન માટે પ્રિકોશન ડોઝ પણ શરુ થઇ રહ્યા છે.

ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના ચેપના 20,139 નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,36,89,989 થઈ ગઈ છે. લગભગ 145 દિવસ બાદ 24 કલાકમાં દેશમાં 20 હજારથી વધુ કેસ નોંધાયા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં સંક્રમણને કારણે વધુ 38 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 5,25,557 થઈ ગયો છે. દેશમાં કોવિડ-19ના સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,36,076 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.31 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં 3,619 નો વધારો થયો છે. દર્દીઓનો રાષ્ટ્રીય રિકવરી રેટ 98.49 ટકા છે.

કલોલ હાઇવે પર વીજળીના થાંભલા સાથે ફોર્ચ્યુનર અથડાતા કચ્ચરઘાણ

ડેટા અનુસાર, દૈનિક ચેપ દર 5.10 ટકા છે, જ્યારે સાપ્તાહિક ચેપ દર 4.37 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,30,28,356 લોકો ચેપ મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.20 ટકા છે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર