કલોલના શાકમાર્કેટમાં અસહ્ય ગંદકીથી બળદેવજી ઠાકોરે નગરપાલિકાને આડેહાથ લીધી
કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે એપીએમસી અને કલોલ નગરપાલિકાની સફાઈ મુદ્દે ઝાટકણી કાઢી છે.કલોલ એપીએમસી સંચાલિત કલ્યાણપુરા શાક માર્કેટમાં અસહ્ય ગંદકી અને ઠેર ઠેર ભરાયેલ વરસાદીથી પાણીથી અહીંના વેપારીઓ તેમજ ખરીદી અર્થે આવતા ગ્રાહકો તોબા પોકારી ઉઠ્યા છે.
દૈનિક હજારો લોકો શાકમાર્કેટમાં આવતા હોય છે પરંતુ કાદવ કીચડ નું સામ્રાજ્ય છવાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કલોલ નગરપાલિકા અને એપીએમસી લોકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફ્ળ નીવડતા સ્થાનિક ધારાસભ્યને ફરિયાદ કરવામાં આવતા તેઓએ માર્કેટ પહોંચીને તકલીફ દૂર કરવાની ખાતરી આપી હતી.
વિધાનસભા ચૂંટણીમાં કલોલમાં બળદેવજી ઠાકોર વન મેન આર્મી,વાંચો કેમ ?
ધારાસભ્ય બળદેવજી ઠાકોરે શાક માર્કેટની મુલાકાત લઈને જણાવ્યું હતું કે કલોલ એપીએમસી સંચાલિત કલ્યાણપુરા શાકમાર્કેટની દુર્દશા ઉડીને આંખે વળગે તેવી છે. ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો અને ગંદકીનું સામ્રાજ્ય ગમે ત્યારે રોગચાળાને આમંત્રણ આપી શકે તેમ છે, છતાં સફાઈ અભિયાનની મોટી મોટી વાતો કરતી ભાજપ શાસિત એપીએમસી કે કલોલ નગરપાલિકાને શાકમાર્કેટની સાફ-સફાઈ કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની કંઈ જ પડી નથી.વેપારીઓ પાસેથી મસ મોટો ટેક્સ ઉઘરાવતી એપીએમસી અને નગરપાલિકાના ચેરમેન પોતાની જવાબદારી માંથી છટકી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો