કલોલમાં વિશાળ જનમેદની સાથે મહાકાળી માતા નો રથ નીકળ્યો
આજરોજ વિજયાદશમીના દિવસે કલોલના મોટા ઠાકોરવાસ થી મહાકાળી માતા નો રથ નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ની હાજરી જોવા મળી હતી. મહાકાળી માતાના રથ ના ઇતિહાસ ની વાત કરવામાં આવે તો આ રથ વિજયાદશમીના દિવસે કલોલ ના વિવિધ વિસ્તારોમાંથી પસાર થાય છે.
આ રથ ની શરૂઆત 1972 થી લઈને આજરોજ આશરે પચાસ વરસથી કલોલના વિવિધ વિસ્તારોમાંથી નીકળે છે. આજરોજ વિજયાદશમી નિમિત્તે કલોલના મોટા ઠાકોરવાસ થી નીકળી કલોલ ના વિવિધ વિસ્તારો જેવા કે મોટોવાસ, નાનોવાસ, બારોટ વાસ, થી પસાર થઈને ટાવર ચોક તેમજ ખૂની બંગલા ચાર રસ્તા થી કલોલ ના મુખ્ય છેવાડે માધુપુરા થી આગળ વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે.