કલોલ વિધાનસભા ચૂંટણી માટે કોણે કેવો મોરચો સંભાળ્યો ? વાંચો એક્સક્લૂઝિવ સ્ટોરી 

કલોલ વિધાનસભા ચૂંટણી માટે કોણે કેવો મોરચો સંભાળ્યો ? વાંચો એક્સક્લૂઝિવ સ્ટોરી 

Share On

કલોલ વિધાનસભા ચૂંટણી માટે કોણે કેવો મોરચો સંભાળ્યો ?

કલોલ વિધાનસભા બેઠક માટે આ વખતે ખરાખરીનો જંગ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો આ બેઠક જીતવા માટે જોર લગાવી રહ્યા છે. ચૂંટણીને લઈને આ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ આદરી દીધી છે.  કલોલ શહેર અને તાલુકામાં કોંગ્રેસે પત્રિકા વહેંચણી કરીને પોતાનો પ્રચાર ચાલુ કરી દીધો છે. બીજી તરફ ભાજપ થોડા સમયમાં પ્રચાર ચાલુ કરે તેવી શક્યતાઓ છે.

હાલ કલોલમાં કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર ફૂલ એક્ટિવ થઇ ગયા છે. દસ દિવસની અંદર જ તેમણે ગામડાઓ અને કલોલના મોટાભાગના વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર પૂર્ણ કરી દીધો છે. બળદેવજીને કલોલ તાલુકા અને શહેરી વિસ્તારમાં જોરદાર પ્રતિસાદ સાંપડતા હાલ ભાજપના કેમ્પમાં સોંપો પડી ગયો છે.

કલોલ બેઠક પર કોંગ્રેસમાંથી બળદેવજી ઠાકોર જ ચૂંટણી લડવાના હોવાથી કાર્યકરોમાં પણ ફૂલ જોશ છે. જેને પગલે કલોલ બેઠક પર સમગ્ર ચૂંટણી પ્રચાર બળદેવજી ઠાકોરે પોતાના ખબે લઇ લીધો છે. કલોલ બેઠક પર કોંગ્રેસમાં કોઈ આંતરિક વિખવાદ ન હોવાનો ફાયદો પણ મળી રહ્યો છે. આ સંજોગોમાં બળદેવજીની જીતના ઉજ્જવળ સંજોગો જોવાઈ રહ્યા છે.

ભાજપની વાત કરવામાં આવે તો હજી અહીં ઉમેદવાર નક્કી ન હોવાને કારણે પ્રચાર પ્રસારની કામગીરી સાવ ઠંડી ચાલી રહી છે. કલોલમાં કોઈ સ્થાનિક મજબૂત ઉમેદવાર ન હોવાને કારણે ખુદ ગૃહમંત્રી અમિત શાહે કલોલ આવીને ભાજપનો પ્રચાર કરવો પડી રહ્યો છે. 6 માસના ગાળામાં અમિત શાહ ચાર કરતા પણ વધુ વખત કલોલ બેઠક પર મુલાકાતે આવી  ચુક્યા છે. અહીં તેમણે વિકાસકાર્યોની જાહેરાત પણ કરી હતી. જોકે બળદેવજી ઠાકોર સામે કોઈ સ્થાનિક મજબૂત ઉમેદવાર ન મળતો હોવાથી આયાતી ઉમેદવારની શક્યતાઓ પણ છે.

કલોલ બેઠક પર કોંગ્રેસમાંથી બળદેવજી ઠાકોર અને ભાજપમાંથી અમિત શાહે હાલ પ્રચારનો મોરચો સંભાળ્યો છે. પરંતુ ભાજપ હજી ગ્રાઉન્ડ પર પ્રચાર માટે ઉતરી શક્યું નથી. હાલ તો ફક્ત ગૃહમંત્રીના ખભા પર જ કલોલ બેઠક પર પ્રચારની જવાબદારી આવી પડી હોવાનું પ્રતીત થઇ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા દસ દિવસની અંદર કલોલ વિધાનસભા બેઠકના તમામ ગામડા ખૂંદી લેવાયા છે અને પ્રથમ જનસંપર્ક તબક્કો પૂર્ણ કરી દેવાયો છે.

કલોલ શહેર અને તાલુકા પોલીસ સ્ટેશનના જવાનોની બદલી કરી દેવાઈ 

 

 

કલોલ સમાચાર