વડગામમાં જીજ્ઞેશ મેવાણીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, જાણો શું કરી મોટી જાહેરાત

વડગામમાં જીજ્ઞેશ મેવાણીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, જાણો શું કરી મોટી જાહેરાત

Share On

વડગામ મા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નો ગામેગામ પૂરજોસમાં પ્રચાર….

વડગામમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગામેગામ ફરીને પુલ જોશમાં પોતાનો પ્રચાર કરી રહ્યા છે. તેમણે વડગામ માટે કરેલા કામો જનતા સમક્ષ રજુ કરીને પોતાના માટે મત માગી રહ્યા છે. વડગામના દરેક ગામમાં જીગ્નેશ મેવાણીને જોરદાર પ્રતિસાદ ભાજપમાં ભય પણ પેઠો છે.

જીજ્ઞેશ મેવાણીએ વિદ્યાર્થીઓ સરકારી પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે લાઈબ્રેરી બનાવવાનું પોતાની સભામાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વડગામની જનતા માટે મારો સંકલ્પ છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે હું કોઈપણ ભોગે લાઇબ્રેરી બનાવીશ. જો ધારાસભ્ય તરીકેની મારી ગ્રાન્ટ માંથી લાઇબ્રેરી ના બનતી હોઈ, તો હું ફંડ-ફાળો કરીને પણ વડગામના યુવાનો માટે એક લાઇબ્રેરી ચોક્કસ બનાવીશ. આ મારું વડગામને વચન છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ભાજપના દબાવમાં અનેક નેતાજ્યારે કરોડોના સોદા કરી પક્ષપલટો કરતા હોય, આવા સમયમાં હું પાર્ટી સાથે અકબંધ રહ્યો અને રહેવાનો છું. આજ મારી મૂડી છે, આજ મારી તાકાત છે.તેમણે કોંગ્રેસને જીતાડવા લોકોને અપીલ કરી હતી.

કલોલ સમાચાર