સોલાર રૂફ ટોપ યોજના
હાલ શહેરોમાં સોલાર રૂફ ટોપ યોજના ઘણી જ મહત્વપૂર્ણ અને લોકપ્રિય બની છે. હવે ગામડાઓમાં પણ આ યોજનાને લાગુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે, ગૃહમંત્રી અમિત શાહના સંસદીય વિસ્તાર ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પણ અમુક ગામોમાં આ યોજના લાગુ કરવા આયોજન થઇ રહ્યું છે.
જિલ્લા કલેક્ટર ડો.કુલદીપ આર્યની રાહબરી હેઠળ યુજીવીસીએલના અધિકારીઓએ ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ સાથે બેઠક યોજીને સોલાર રૂફ ટોપ યોજનાની માહિતી આપી હતી.
કલોલના નારદીપુર, પાનસર, સાંતેજ, વડસર, સોજા, બાલવા, શેરીસા, મોટીભોંયણ, પલિયડ, ગોલથરા, નાદરી, ધાનોટ, બિલેશ્વરપુરા, આમજા સહિતના ગામોના સરપંચો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ ગામના લોકો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સોલાર રૂફ ટોપ યોજનાની જાણકારી આપીને તેને અપનાવવાથી કેવા ફાયદા થાય તેની માહિતી આપી હતી. રાજ્યના શહેરી વિસ્તારોમાં અનેક લોકો રૂફ ટોપ યોજનાની અમલવારી થઈ છે.
કલોલ વિશે જાણવા જેવું……..
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
