ટ્રક ચાલક અકસ્માત કરી થયો ફરાર…..
કલોલમા રકનપુર ગામે આવેલી ફેક્ટરીમાં શ્રમજીવી પરિવારની બાળકીને ટ્રકે અડફેટમાં લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર રકનપુર ગામ પાસે આવેલ આર.કે.સી ઇન્ફ્રાબીલ્ટ નામની કંપનીમાં વિનોદભાઈ શાંતુભાઇ કટારા અને તેમના પત્ની તોલી બેન નોકરી કરીને પોતાનુ ગુજરાત ચલાવી રહ્યા છે, ગઈકાલે સાંજના 04:45 વાગ્યાની આસપાસ તોલી બેન કંપનીમાં કામ કરી રહ્યા હતા અને તેની બાજુમાં જ તેમની પુત્રી નીતા ને સુવાડેલી હતી. તે દરમિયાન માલ ભરવા આવેલી આઇવા ટ્રક નંબર GJ-17y-9860 ના ચાલકે આઇવા ટ્રક પરથી કાબુ ગુમાવતા પુત્રી નીતા ને અડફેટ માં લીધી હતી.
અડફેટમાં લીધેલી પુત્રીને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળ પર જ મૃત્યુ પામી હતી. જેને પીએમ અર્થે કલોલ ની સીએસસી સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી.
બનાવને પગલે ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.