કલોલ સીએસસી સેન્ટર ખાતે કાર્યરત અધિકારીઓ  નિયમોના ધજાગરા ઉડાડતા જોવા મળયા

કલોલ સીએસસી સેન્ટર ખાતે કાર્યરત અધિકારીઓ નિયમોના ધજાગરા ઉડાડતા જોવા મળયા

Share On

કલોલ સીએચસી સેન્ટર ખાતે નિયમોના ધજાગરા ઉડયા…..

કલોલ સીએચસી સેન્ટર ખાતે નિયમોના ધજાગરા ઉડાડત જોવા મળયા છે. કલોલ સીએસસી સેન્ટર નો વિવાદો સાથે જૂનો સંબંધ હોય તેમ ભુલોને સુધારવાને બદલે વારંવાર અધિકારીઓ દ્વારા જાણી જોઈને ભૂલો કરવામા આવી રહી છે, ગત તારીખ 27 ના રોજ સીએચસી સેન્ટરના એક મહાશય દ્વારા પોતાનું એકટીવા સીએચસી સેન્ટરની અંદરના ભાગમાં પાર્ક કર્યું હતુ. સામાન્ય જનતા માટે સીએચસી સેન્ટરની બહાર બનાવવામાં આવેલા પાર્કિંગમાં કાર તેમજ તેમના પ્રાઇવેટ વહીકલો પાર્ક કરવામાં આવતા હોય છે, પરંતુ સીએચસી સેન્ટરમાં કામ કરતાં અધિકારીઓ દ્વારા તેમના વાહનો સિવિલની અંદરના ભાગમાં પાર્ક કરવામાં આવી રહ્યા છે.

નિયમોને નેવી મૂકી દીધેલ આ અધિકારીઓ પર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું, જનતા દ્વારા એવા પણ આક્ષેપ થાય છે કે શું અધિકારીઓ અને સામાન્ય જનતા માટે નિયમો અલગ અલગ છે ?, કદાચ કલોલ સીએચસી એ પ્રથમ સીએચસી સેન્ટર હશે જ્યાં આવા અધિકારીઓની તાનાશાહી જોવા મળતી હોય, વિકાસની મોટી વાતો કરતી સરકાર આ અધિકારી પર કયા કારણોસર કાર્યવાહી કરતી નથી. કયા કારણે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કોઈપણ શિક્ષાત્મક પગલાં લેવામાં આવતા નથી ?,

વારંવાર આ પ્રકારની ઘટનાઓનો અહેવાલ સમાચાર પત્રોમાં પ્રસારિત થતો હોવા છતાં પણ જિલ્લા આરોગ્ય અધિકારી કયા કારણોસર આવા સત્તામાં ભાન કોઈ બેઠેલા અધિકારીઓ પર કાર્યવાહી કરતા નથી અને કયા કારણોસર તેમને છાવરે છે, તે મોટા પ્રશ્નો વિષય છે.

 

 

કલોલ સમાચાર