ભાજપને મત એટલે સુરક્ષા, શાંતિ અને સલામતી : અમિત શાહ
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ દરેક પાર્ટીના ઉમેદવારો પ્રચાર પૂર જોશમાં કરી રહ્યા છે. ગઈકાલના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ કલોલ ખાતે જનસભા યોજવા માટે આવ્યા હતા. આ સભામાં ઘણી વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાજપને મત એટલે દેશની સુરક્ષા, શાંતિ અને સલામતી. તેમજ તેમના દ્વારા કોંગ્રેસ પર ટીકા કરતાં જણાવવામાં આવ્યું હતું કે જ્યારે દેશમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે લોકોના ઘરમાં વીજળી પણ પહોંચતી ન હતી પરંતુ અત્યારે ભાજપના શાસનમાં ઘરે ઘરે વીજળી 24 કલાક સુધી અવિરત પણે કાર્યરત રહે છે.
કોંગ્રેસના શાસનમાં કોમી, હુલ્લડ, તેમજ તોફાનો ને કારણે મહિનાઓ સુધી કર્ફ્યુ લાગી જતું હતું પરંતુ હાલમાં ભાજપ સરકારના રાજમાં કર્ફ્યુ તદ્દન નેસ્તનાબૂદ થઈ ચૂક્યું છે. અમિત શાહે વધુમાં ઉમેર્યું હતું કે ભાજપને મત આપીને લક્ષ્મણજી પૂજાજી ઠાકોરને કલોલના ધારાસભ્ય બનાવી કલોલ ના વિકાસમાં સહભાગી બનો, તેમ જ આગળના સમયમાં કલોલમાં પણ મેટ્રો રેલ પ્રોજેક્ટ કાર્યરત કરવાની યોજના સરકાર બનાવી રહી છે.
આવનારી ચૂંટણીમાં ભારે બહુમતી સાથે કલોલ ની જનતાને મતદાન કરી ભાજપ ને વિજઇ બનાવવા અપીલ કરી હતી.