કલોલમાં આખલા નો આતંક સામે આવ્યો ; બે થી ત્રણ લોકોને અડફેટે લીધા

કલોલમાં આખલા નો આતંક સામે આવ્યો ; બે થી ત્રણ લોકોને અડફેટે લીધા

Share On

જીવદયા પરિવાર, જીવ મૈત્રી તેમજ સ્થાનિકોએ ભારે જેમત બાદ આખલાનું રેસ્ક્યુ કર્યું……

કલોલમાં આખલા નો આતંક સામે આવતા તંત્ર દોડતું થયું હતું. તોફાને ચડેલા આખલાએ બે થી ત્રણ લોકોને અડફેટમાં લીધા હતા. જેથી તેમને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે લોક ટોળું આખલાને જોવા અર્થે એકઠું થઈ ગયું હતું. સતત એક કલાક સુધી આખલા એ નીલકંઠ મહાદેવ વિસ્તાર ને પોતાના બાન માં લીધો હતો.

મળતી માહિતી મુજબ, કલોલમાં ગઈકાલ રાત્રિ દરમિયાન નીલકંઠ મહાદેવ કલ્યાણપુરા વિસ્તાર પાસે આખલા એ આતંક મચાવ્યો હતો. તોફાને ચડેલા આખલાએ બે થી ત્રણ લોકો ને અડફેટમાં લેતા, તેમને શરીર પર નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી. એક કલાકથી વધુ સમય સુધી નીલકંઠ મહાદેવ વિસ્તાર ને આખલાએ પોતાના બાનમાં લીધો હતો. આખલાના આતંકને જોઈ લોકો પોતાનો જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા હતા. આખલાને પકડવા માટે જીવ દયા પરિવાર, જીવ મૈત્રી, તેમજ સ્થાનિક મેહુલ દરબાર તથા હઝરૂદ્દીન મલેકે ઓપરેશન હાથ ધર્યું હતું.

ભારે જહેમત બાદ વિવિધ સેવાભાવી સંસ્થા તેમજ સ્થાનિકો દ્વારા આખલા નું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેમજ તેને ઢોર પકડ વાન માં પૂરવામાં આવ્યો હતો. તોફાને ચડેલો આખલો પિંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

કલોલ સમાચાર