નગરપાલિકાની સામેજ રખડતા ઢોરો અડિંગો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે…….
કલોલ નગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેમના દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી નિયમિત કરવામાં આવી રહી છે. ગત કારોબારી બેઠકમાં આ પ્રકારનો જવાબ નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યો હતો. જે દાવો તદ્દન પોકળ સાબિત થઈ રહ્યો છે.
ઢોર પકડની કામગીરી નિયમિત કરવામાં આવતી હોવાનો દાવો કરતી કલોલ નગરપાલિકાની સામે જ રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠેલા નજરે ચડે છે. આ રખડતા ઢોર ક્યારેક હિંસાત્મક બનીને લોકો પર હુમલો પણ કરી દેતા હોય છે. રસ્તાની વચ્ચે અડીગો જમાવીને બેઠેલા આ રખડતા ઢોરોને લીધે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, કારોબારી બેઠકમાં નગરપાલિકા દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે, ઢોર પકડની કામગીરી નિયમિત કરવામાં આવે છે, તે દાવો તદ્દન પોકળ સાબિત થઈ રહ્યો છે.
રોડ રસ્તા પર રખડતા ઢોરો અડિંગો જમાવીને બેસેલા જોવા મળે છે, જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કલોલમાં રખડતા ઢોરોનો આતંક અગાઉ પણ જોવા મળ્યો છે, થોડાક દિવસ પહેલા પણ આખલાએ કલ્યાણપુરા વિસ્તારને પોતાના બાનમાં લીધો હતો, જેમાં બેથી ત્રણ લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. ત્યારે આ પ્રકારે કારોબારી બેઠકમાં નગરપાલિકા દ્વારા જે જવાબ આપવામાં આવ્યો હતો, કે રખડતા ઢોરને પકડવાની નિયમિત કામગીરી કરવામાં આવી રહી છે, તે દાવો તદ્દન પોકળ સાબિત થઈ રહ્યો છે.