કલોલ ખાતે આવેલ ગુરુદ્વારા ખાતે આજે નાનક જયંતિ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે નાનક જયંતિની ઉજવણીમાં કલોલ શીખ સમાજ દ્વારા લંગર સહીતની સેવાઓ પુરી પાડવામાં આવી હતી. કલોલ સિવિલ કેમ્પસ ખાતે યોજાયેલ નિરામય કેમ્પમાં કામગીરી કરી રહેલ સ્ટાફને નાનક જયંતિ નિમિતે સામાજિક કાર્યકર અશોકસિંઘ છાબડા દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમેજ તેઓએ ટીડીએચઓ સોલંકી સાહેબનું સ્વાગત કર્યું હતું.
નાનક જયંતિ નિમિતે મોટી સંખ્યામાં શીખ સમાજના પરિવારો ગુરુદ્વારામાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે ધજા બદલવામાં આવી હતી. આ ઉપરાંત બપોરે ભજન અને લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું. કલોલના તમામ સમાજ અને ધર્મના લોકોએ આ લંગરનો લાભ લીધો હતો.
એડ આપવા અમારા ફેસબુક મેસેન્જરમાં સંપર્ક કરો, અન્ય સમાચાર વાંચવા ફેસબુક પેજ લાઈક કરો