કલોલ નગરપાલિકાએ આજે બજેટમાં સીટી બસ બહાર કાઢી,વાંચો બજેટની જોગવાઈ
કલોલ નગરપાલિકાએ આજે બજેટ મંજુર કર્યું હતું. આ બજેટમાં ગટર,રોડ,રસ્તા અને સ્ટ્રીટ લાઈટ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત સીટી બસ, પ્રોસેસિંગ પ્લાન્ટ વગરે માટે પણ રૂપિયા ફાળવાયા છે.
કલોલ નગરપાલિકાનું 13.71 કરોડ રૂપિયાની પુરાંતવાળું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. અ બજેટ સર્વાનુમતે મંજુર થયું હતું. બજેટમાં પ્રતાપપુરા અને 66 કે.વી સબસ્ટેશન પાસે નગરપાલિકાની જૂની ડંપિંગ સાઇટ ખાતે 2 લાખ ટન જેટલા કચરાનું બાયોરેમીડિયેશન કરી નિકાલ કરવા માટે 4 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
કલોલમાં શહેરી બસ સેવા માટે પણ બે કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. કલોલમાં શહેરી બસ સેવા ચાલુ કરવા માટે દરવખતે બજેટમાં રૂપિયા તો ફાળવવામાં આવે છે પણ તેના ઉપર કોઈ કામગીરી થતી નથી જેથી આ વખતે પણ સીટી બસ સેવા એક લોલીપોપ હોય તેમ લોકોને લાગી રહ્યું છે.