ચકચારી કિસ્સો : કલોલમાં બહેને જ ભાઈના ઘરમાંથી 16 લાખના દાગીના ચોરી પ્રેમીને આપ્યા 

ચકચારી કિસ્સો : કલોલમાં બહેને જ ભાઈના ઘરમાંથી 16 લાખના દાગીના ચોરી પ્રેમીને આપ્યા 

Share On

ચકચારી કિસ્સો : કલોલમાં બહેને જ ભાઈના ઘરમાંથી 16 લાખના દાગીના ચોરી પ્રેમીને આપ્યા


કલોલના પૂર્વ વિસ્તારમાં સગી બહેને જ ભાઈના ઘરમાં હાથફેરો કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. જેને લઈને ભાઈએ બહેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભાઈના ઘરમાંથી બહેને રૃપિયા ૧૬,૨૯,૦૦૦ ના દાગીના ની ચોરી કરીને તેના પ્રેમીને આપી દીધા હતા. આ બાદ પ્રેમીએ દાગીના ગીરવે મૂકી દીધા અને મળેલા રૂપિયા વાપરી દીધા હતા.

આર્મીમાં ફરજ બજાવતા આર્મી જવાન પર તેમના બનેવીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારી બહેન એક યુવક સાથે ભાગી ગઈ છે અને ફરિયાદ નોંધાવી છે. જેથી આર્મી જવાન નોકરી પરથી ઘેર આવ્યો હતો. આ દરમિયાન યુવકનો ફોન આવ્યો હતો કે તમારી બેન મારી પાસે છે અને અમે દાગીના ચોર્યા છે અને પૈસા વાપરી દીધા છે. આ બાદ આર્મી જવાને દાગીના શોધતા તે ગાયબ હતા. આશરે ૧૬ લાખના દાગીના બહેન ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા બહેન રાણીપ પોલીસ સ્ટેશન હાજર થઇ ગઈ હતી.

કલોલના સીટી મોલમાં પોલીસે બે આઇસર ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી,જાણો

કલોલ સમાચાર