કલોલના ગોલથરા ગામની CM ભુપેન્દ્ર પટેલે સરપ્રાઈઝ વિઝીટ કરી
રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કલોલ તાલુકાના ગોલથરા ગામની શાળામાં અચાનક પહોંચ્યા હતા. શાળા પ્રવેશોત્સવ દરમિયાન તેઓએ વિઝીટ કરી હતી. તેમણે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની ગોલથરા પ્રાથમિક શાળાની કોઈ પૂર્વનિર્ધારિત આયોજન વિના મુલાકાત લીધી. અહીં બાળકોને ધોરણ-૧ અને બાલવાટિકામાં પ્રવેશ કરાવીને શાળા પ્રવેશ કીટ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીએ પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે બાળકો, વાલીઓ અને શાળાના સ્ટાફ સાથે વાર્તાલાપનો અવસર ખૂબ હૃદયસ્પર્શી રહ્યો. બાળકોને શાળામાં અપાતા ભોજન ઉપરાંત બાળકો કેટલો સમય અભ્યાસમાં, ટીવી જોવામાં કે ઈતરપ્રવૃત્તિઓમાં આપે છે, તેમજ વડીલો પ્રત્યે તેમના વર્તન વગેરે જેવી બાબતો અંગે જાણકારી મેળવી.
કલોલમાં ટાવરથી નંદલાલ ચોકનો માર્ગ અતિશય બિસ્માર,રીપેર કરવા માંગ