કલોલ અંબિકા હાઇવે પર ટ્રકે કારને ટક્કર મારતા બે ઈજાગ્રસ્ત
કલોલ અંબિકાનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર બે ઇસમોને નાની મોટી ઇજા પહોંચી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર બાડમેરથી આણંદ તરફ જઈ રહેલી કારમાં કુલ ૫ જણા સવાર હતા જેઓ અંબિકા સ્ટેન્ડ થી આગળ અને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની નજીક પહોંચતા પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રક દ્વારા ઓવરટેક કરવાની લ્હાયમાં કારને ધડાકાભેર ટક્કર વાગી હતી જેથી કાર રેલિંગ સાથે અથડાઈ હતી, જેથી કારમાં સવાર ડ્રાઇવર સહિત અન્ય એક ઇસમને ઇજા પહોંચી હતી.
અકસ્માતને પગલે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે કલોલ સિવિલ ખસેડાયા હતા, ઘાયલ થયેલ ઈસમનું નામ ભેરારામ સુથાર છે જેઓ કાર ચલાવી રહ્યા હતા, જ્યારે તેમની બાજુમાં બેસેલ તેમના ભાણીયાને માંથામાં ઇજા થઈ હતી, હાલમાં બંને દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે બેદરકારી પૂર્વક વાહન હંકારનાર ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
1 thought on “કલોલ અંબિકા હાઇવે પર ટ્રકે કારને ટક્કર મારતા બે ઈજાગ્રસ્ત”