કલોલની કંપનીમાં પડી જવાથી બે કામદારોના મોત,પરિવારજનોનો હોબાળો 

કલોલની કંપનીમાં પડી જવાથી બે કામદારોના મોત,પરિવારજનોનો હોબાળો 

Share On

કલોલની કંપનીમાં પડી જવાથી બે કામદારોના મોત,પરિવારજનોનો હોબાળો

કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામે કલર બનાવતી જય ગોપાલ કંપનીમાં ગઈકાલે બે કામદારોના પડી જવાથી મોત નીપજ્યા હતા.

નિતેશ રામચંદ્રસિંહ રાજપુત ઉર્ફે ગોલુ ઉંમર વર્ષ 19 રહે. ઓઢવ મૂળ રહે ઉત્તર પ્રદેશ તથા રામુસિંગ રાજપુત ઉંમર વર્ષ 39 રહે. ઓઢવ મૂળ રહે ઉત્તર પ્રદેશનાઓ કોન્ટ્રાક્ટમાં કામ કરવા માટે ઉપરોક્ત કંપનીમાં આવ્યા હતા જ્યાં પડી જતા તેમને સારવાર માટે કલોલ ની રાજેશ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

મોતના બનાવથી પરિવારજનોએ સિવિલમાં હોબાળો કર્યો હતો. પરિવારજનોએ કંપની સામે ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા હતા અને આ બંને જણા સવારના પડી ગયા હોવા છતાં તેમને મોડેથી જાણ કરી હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

કલોલ સમાચાર