કલોલ કોલેજમાં નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો
કલોલ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પી .એચ .જી .મ્યુનિ .આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કલોલમાં 26 વર્ષ સુધી અર્થશાસ્ત્ર વિભાગમાં ફરજ બજાવીને સ્વૈચ્છીક નિવૃત્તિ લેનાર ડો .રીટાબેન પટેલનો નિવૃત્તિ શુભેચ્છા -સન્માન સમારંભ કોલેજ કેમ્પસમાં યોજાઈ ગયો . કલોલ તાલુકા કેળવણી મંડળના ટ્રસ્ટી અને મંત્રી પ્રફુલભાઇ તલસાણીયા અધ્યક્ષ સ્થાને તેમજ મંત્રી સંજયભાઈ શાહે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને ડૉ રીટાબેન પટેલની શૈક્ષણિક સેવાઓને બિરદાવીને શાલ ઓઢાડીને સન્માન સાથે દીર્ઘ અને તંદુરસ્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી .
કોલેજના આચાર્ય ડૉ. કે.સી . દેશમુખ અને કોમર્સ કોલેજના આચાર્ય ડૉ .નીરવભાઈ શાહે બુકે આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે બંને સ્ટાફ પ્રતિનિધિ ડૉ .એમ .આર .મહેતા અને ડૉ .એચ .કે .સોલંકીએ સમગ્ર સ્ટાફ વતી ગિફ્ટ આપી શુભકામનાઓ પાઠવી હતી . કોલેજ પરિવારમાંથી ડૉ.એમ .એ . મેકવાન તેમજ ડૉ .બી .એન .પટેલ અને બહેનો માંથી ડૉ. કલાબેન પટેલ અને ડૉ.જયશ્રીબેન ગજ્જર સહિત સમગ્ર સ્ટાફ પરિવારે હાજર રહીને સંસ્મરણો યાદ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી .