કલોલ નગરપાલિકામાં પ્રમુખ વિરુદ્ધ અસંતોષ

કલોલ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શૈલેષ પટેલ વિરુદ્ધ અસંતોષ જોવા મળ્યો છે. કલોલ નગરપાલિકાના ભાજપના 9 સભ્યોએ રાજીનામું આપી દીધું છે. આ તમામ સભ્યોએ ફોન સ્વીચ ઓફ કરી દીધા છે.
બીજી તરફ ભાજપમાં રાજીનામું આપી દેતા સોપો પડી ગયો છે. કલોલ નગરપાલિકામાં પ્રમુખ પદના દાવેદારોને હોદ્દો ન મળતા અસંતોષ જોવા મળ્યો છે. આ સંજોગોમાં વધુ સભ્યો રાજીનામું આપે તેવી પણ શક્યતા રહેલી છે.
કલોલ નગરપાલિકાના નવા પ્રમુખનું નામ જાહેર થતાં જ ભડકો થયો હતો. છેક સુધી જેનું નામ ચાલતું હતું તે દાવેદારને પ્રમુખ પદ મળ્યું ન હતું જેને પગલે નારાજ થયેલા નવ નગર સેવકોએ પોતાનો રાજીનામું આપી દીધું છે.
કોણે રાજીનામાં આપ્યા ?
૧) વોર્ડ -૩ જીતેન્દ્રકુમાર નાથાલાલ પટેલ (૨) વોર્ડ ૪ પ્રદિપસિંહ ભરતસિંહ ગોહિલ (૩) વોર્ડ ૭ કેતનકુમાર નરેન્દ્રકુમાર શેઠ (૪) વોર્ડ ૮ ચેતનકુમાર ગુણવંતભાઈ પટેલ (૫) વોર્ડ ૮ ક્રિના અજયભાઈ જોશી (૬) વોર્ડ ૮ અમીબેન મનીષકુમાર અરબસ્તાની (૭)વોર્ડ ૯ દિનેશકુમાર રમણલાલ પટેલ (૮) વોર્ડ ૯ ભુપેન્દ્રભાઈ ભીખાભાઈ પટેલ (૯) વોર્ડ ૧૦ મનુભાઈ ભઈલાલભાઈ પટેલ