કલોલની રેફરલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ બંધ રહેતા હાલાકી
કલોલની રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છેલ્લા એક માસથી બંધ હાલતમાં એમ્બ્યુલન્સ પડી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર એમ્બ્યુલન્સમાં પંક્ચર અને અન્ય તકનીકી ખરાબી આવી છે. એક માસથી તેને રીપેર કરવાની તસ્દી તંત્ર દ્વારા લેવામાં આવી નથી.
બંધ પડી રહેલી એમ્બ્યુલન્સને કારણે દર્દીઓને લેવા-મુકવા જવામાં હાડમારીનો સામનો કરવો પડે છે. કલોલની રેફરલ હોસ્પિટલથી અન્ય હોસ્પિટલમાં દર્દીને ખસેડવા માટે ફક્ત આ એક જ એમ્બ્યુલન્સ છે. બીજી તરફ દર્દીઓને અન્યત્ર હોસ્પિટલ ખસેડવા માટે 108 એમ્બ્યુલન્સમાં લઈ જવાની ફરજ પડે છે. આ સંજોગોમાં ઝડપથી એમ્બ્યુલન્સનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ થઇ છે.