છત્રાલ જીઆઇડીસી પાસે ગંદકી-વરસાદી પાણી ભરાઈ રહેતા વેપારીઓની હાલત કફોડી 

છત્રાલ જીઆઇડીસી પાસે ગંદકી-વરસાદી પાણી ભરાઈ રહેતા વેપારીઓની હાલત કફોડી 

Share On

છત્રાલ જીઆઇડીસી પાસે ગંદકી-વરસાદી પાણી ભરાઈ રહેતા વેપારીઓની હાલત કફોડી

By Prashant Leuva

Kalol

 

કલોલ : કલોલ તાલુકાની છત્રાલ જીઆઇડીસીમાં વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદભવી છે.કલોલની છત્રાલ જીઆઇડીસીમાં આવેલા શોપિંગ સેન્ટર્સના વેપારીઓ દર ચોમાસામાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવા સાથે મચ્છરોના ઉપદ્રવ અને તેના કારણે થતી બિમારીથી પરેશાન થઈ છે.

ગુજરાતની ત્રીજા નંબરની સૌથી મોટી જી.આઇ.ડી.સી.માં કોમર્શિયલ એરિયા ગંદકીથી ખદબદી રહ્યો છે.સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હત કે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાતા તેમજ બારેમાસ રહેતી ગંદકી જેવી વિવિધ સમસ્યાઓને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મચ્છરોના ઉપદ્રવના કારણે મચ્છરજન્ય બીમારીઓમાં વધારો થાય છે, જેનો સીધો અસર તેમના વેપાર અને ગ્રાહકો પર પડે છે. રિદ્ધિ સિદ્ધિ કોમ્પલેક્ષની પાછળના ભાગમાં આવેલ શોપિંગ સેન્ટરના વેપારીઓના જણાવ્યા અનુસાર પાણીજન્ય બીમારીના કેસ આવી રહ્યા છે.

આ સમસ્યાને લઇને છતાં ગ્રામ પંચાયત અને આરોગ્ય ખાતામાં અનેક વખત અરજી કરવામાં આવી છે. અરજીઓનો કોઈપણ જાતનો નિકાલ કરવામાં આવતો નથી. આ સમસ્યા છેલ્લા કેટલા વર્ષથી યથાવત છે જેને પગલે લોકો ગંદકીમાં જીવવા મજબુર બન્યા છે.

કલોલ સમાચાર