કલોલ તાલુકા પોલીસે સઇજ પાસેથી વિદેશી દારૂ ભરેલી બ્રેઝા ઝડપી
કલોલના સઇજ ગુરુકુળ કટ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન ભરેલ બ્રેઝા ગાડી કલોલ તાલુકા પોલીસે ઝડપી લીધી હતી કલોલ તાલુકા પોલીસે અંદાજે 4.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ પકડ્યો હતો.
કલોલ તાલુકા પોલીસ ની ટીમ સઇજ ગુરુકુળ કટ પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર સઇજ ગુરુકુળ કટ પાસે ગ્રે કલરની બ્રેઝા ગાડીમાં ગેરકાયદેસર અને પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી મહેસાણા તરફથી આવનાર છે જેને પગલે પોલીસે વોચ ગોઠવીને બ્રેઝા ગાડી આવતા તેને રોકીને તપાસ કરી હતી. અંદર તપાસ કરતા નરપતસિંહ ભાટી રહે. બાડમેર હોવાનો જાણવા મળ્યું હતું. ગાડીમાં તપાસ કરતા પોલીસને દારૂની 113 બોટલો તેમજ બીયરની 19 બોટલ મળી હતી. પોલીસે 82,580 રૂપિયાનો દારૂ તેમજ ચાર લાખ રૂપિયાની બ્રેઝા ગાડી તેમજ મોબાઇલ કબજે કરીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.