કલોલ જીઆઇડીસીનાં પ્રમુખ પદે મનુભાઈ ચૌધરીની બિનહરીફ વરણી કરાઈ
કલોલ : કલોલ જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ પદે મનુભાઈ ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. કલોલ જીઆઇડીસીમાં યોજાયેલ બેઠકમાં ઉદ્યોગકારોએ એકમતે મનુભાઈ ચૌધરીની પ્રમુખ તરીકે નિયુક્તિ કરી હતી.
અત્રે નોંધનીય છે કે મનુભાઈ ચૌધરી છેલ્લા ત્રણ દાયકાથી કલોલ નગરપાલિકામાં નગરસેવક તરીકે સેવા આપી રહ્યા છે. તેમની આવડત અને કુનેહ જોતા કલોલ જીઆઇડીસીને એક નવા મુકામ પર પહોંચાડશે તેવો ઉદ્યોગકારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.