કલોલનાં અભિષેક હોમ્સમાં બિલ્ડર-મકાનમાલિકોની લડાઈમાં પીસાતા ભાડુઆતો

કલોલનાં અભિષેક હોમ્સમાં બિલ્ડર-મકાનમાલિકોની લડાઈમાં પીસાતા ભાડુઆતો

Share On

કલોલનાં અભિષેક હોમ્સમાં બિલ્ડર-મકાનમાલિકોની લડાઈમાં પીસાતા ભાડુઆતો

BY પ્રશાંત લેઉવા

 

કલોલના પંચવટી વિસ્તારમાં આવેલા અભિષેક હોમ્સમાં આજે વહેલી સવારથી પાણીના પોકારો ઉઠ્યા છે. ભાડુઆતોના જણાવ્યા પ્રમાણે સોસાયટીનો બોર બંધ કરી દેતા પાણી આવતું બંધ થઈ ગયું છે જેને પગલે રહીશોને નીચે જાતે ડોલ અને ડબલા લઈને દોડવું પડ્યું છે. રહીશોને જાતે પાણી ઉલેચવાનો વારો આવતા બિલ્ડર અને ભૂતપૂર્વ પ્રમુખ વિરુદ્ધ રોષ ફૂટી નીકળ્યો છે.

કલોલના સઇજ ગ્રામ પંચાયત વિસ્તારમાં અભિષેક હોમ્સ નામની સોસાયટી આવેલી છે. જેમાં 90થી બધું પરિવાર ભાડેથી રહે છે. સોસાયટીમાં કેટલાય સમયથી મકાન માલિકો અને બિલ્ડરો વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. સોસાયટીમાં પાણીનું બિલ કોણ ભરે તે અંગે વિવાદ પેદા થયો છે. આ ઝઘડાને કારણે રાખવામાં આવેલા બે બોર ઓપરેટરોને પણ છુટા કરી દેવામાં આવ્યા હોવાની વિગત પ્રકાશમાં આવી છે. આજે વહેલી સવારે સોસાયટીનો બોર બંધ કરી દેવામાં આવ્યો હતો.

સવારે મકાન માલિકો અને બિલ્ડર વચ્ચે તકરાર થતા રહીશોને પાણી વગર રહેવું પડયું હતું. રહીશોએ જણાવ્યું હતું કે મેઇન્ટેન્સ ભરવા છતાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશોએ કહ્યું હતું કે સોસાયટીનાં મેઇન્ટેન્સનો હિસાબ નથી. આ મામલે રહીશોએ છેક સુધી લડી લેવાની તૈયારી દાખવી છે.

 

કલોલ સમાચાર