શૌર્ય અભિવાદન કાર્યક્રમ યોજાશે
ભીમા-કોરેગાવ શૌર્ય દિવસના ૨૦૪ વર્ષ પૂર્ણ થવા અંતર્ગત બહુજન ક્રાંતિ મોરચા,કલોલ તાલુકા સંયોજક સમિતિ દ્વારા આયોજિત શૌર્ય અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
1 જાન્યુઆરીના રોજ સાંજે 8:30 વાગ્યે પંચશીલ મેદાન, અંકુરના મેદાન સામે, સૂર્ય નગરની બાજુમાં કલોલ પૂર્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેનો વિષય વિષય જબ સહનશક્તિ કા અંત હોતા હૈ, તભી ક્રાંતિ કી શુરુઆત હોતી હૈ, ભીમા-કોરેગાવ સંગ્રામ -એક ચર્ચા રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે એડવોકેટ રણજીત (જીતુભાઇ સોલંકી) (IILA, BVF,નવી દિલ્હી) મુખ્ય અતિથિ તરીકે માન. ચંદુભાઈ રાઠોડ(મેનેજર, કલ્યાણ બેન્ક કલોલ),માન. પ્રવીણભાઈ બૌદ્ધિષ્ઠ (મહામંત્રી, ભારતીય બૌદ્ધ મહાસભા, ગાંધીનગર) માન. મનોજભાઈ બૌદ્ધ (ભીમ સંકલ્પ સાકાર ગ્રુપ,કલોલ) આયુ. રમીલાબેન ચૌહાણ (પ્રમુખ, રાષ્ટ્રીય મુલનીવાસી મહિલા સંઘ,કલોલ) માન. સી.પી.વાઘેલા (પ્રખર બૌદ્ધિષ્ઠ પ્રચારક) માન. મહેશભાઈ એસ. રાઠોડ (નિવૃત,મેન્ટેનન્સ સર્વેયર) માન. વિષ્ણુભાઈ સોલંકી (સિદ્ધરાજ હૉમ્સ, પ્રતિનિધિ) માન. કમલેશભાઈ કાપડિયા (સૂર્યનગર, પ્રતિનિધિ) માન.ધર્મેન્દ્રભાઈ કાપડિયા (ચેરમેન, સુવર્ણ વિલા ફ્લેટ) માન.કુંજ વિહારી (બહુજન મુક્તિ પાર્ટી, કાઉન્સિલર,કલોલ નગરપાલિકા) હાજર રહેશે.
1 thought on “કલોલમાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા શૌર્ય અભિવાદન કાર્યક્રમ યોજાશે”