પાંચ હાટડી બજારમાં યુવક પર જીવલેણ હુમલો કરાતા ચકચાર

પાંચ હાટડી બજારમાં યુવક પર જીવલેણ હુમલો કરાતા ચકચાર

Share On

MD Auto World

યુવક પર જીવલેણ હુમલો કરાતા ચકચાર

કલોલમાં પોલીસનો ડર રહ્યો જ ના હોય તેમ ગુંડા તત્વોનો ત્રાસ વધી ગયો છે. બેફામ ગુંડાગર્દી કરતા લોકો જાહેરમાં મારામારી પણ કરતા હોય છે.રામજી મંદીર બારોટવાસ પાંચહાટડી બજાર  આદિત્ય હર્ષદભાઇ ત્રિવેદીએ કલોલ પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવી છે. પૈસાની લેતીદેતીમાં ફરિયાદીના ભાઈ પ્રથિત પર કાર્તિક પંડ્યા,અભી બારોટ અને શિવા નામના યુવાનોને જીવલેણ હુમલો કર્યો હતો.
ફરિયાદીએ કહ્યું હતું કે આજરોજ બપોરના આશરે અઢીએક વાગ્યાના સુમારે હું મારા ઘરે હાજર હતો તે વખતે અમારા ઘરની પાછળ પાંચ હાર્ટ ડી બજારમાં બુમાબુમ થતા હું ત્યાં ગયેલો તો પાંચ હાટડી બજારમાં ગરબી ચોકમાં અંબિકા ડેરી પાર્લર પાસે ઘણા માણસો ભેગા થયેલા હતા જેથી નજીક જઇને જોતા ત્યાં મારો ભાઇ નામે પ્રથિત ઉભેલ હતો અને તેના હાથમાંથી લોહી નીક ળતુ હતુ અને તે ગભરાઇ ગયેલ હતો.

Khodiyar Parotha House

મારા ભાઇને લોહી નીકળતુ હોઇ બાજુમાંથી રીક્ષા બોલાવીને મે મારા ભા ઇને તાત્કાલીક રીક્ષામાં બેસાડી તેને સારવાર સારૂ કલોલ સરકારી દવાખાને લઇ ગયેલ ત્યાં ડોકટર સાહેબે આ મારા ભાઇની પ્રાથમીક સારવાર કરી વધુ સારવાર અર્થે ગાંધીનગર સી.હો માં રીફર કરેલ તે દરમ્યન મારા પીતાજી પણ આવી ગયેલ, અને હુ તથા મારા પિતાજી અમો બન્ને જણા મારા ભાઇને રીક્ષામાં બેસાડી ગાંધીનગર સી.હો ખાતે સારવાર માટે લઇ ગયેલ હતા.
અગાઉ પણ આ બાબતે આરોપીઓએ છરીના ઘા માર્યા હતા. બાદ બે દિવસ અગાઉ મોહીત ડાંગેએ પ્રથિત સાથે ઉછીના પૈસાની લેવડ દેવડ બાબતે જેમ ફાવે તેમ ફાવે તેમ ગાળો બોલી મોહીત ડાંગે તેમજ તેના મિત્રો કાર્તીક પંડયા તથા અભિ બારોટ તથા શીવાએ ભેગા મળી મારા ભાઇને ગડદાપાટુનો માર મારી.
તેમજ શીવા નામના ઇસમે લોખંડની પાઇપથી છાતીના ભાગે માર મારી ઇજાઓ કરી. તેમજ અભિ બા રોટ એ મારા જાનથી મારી નાંખવાના ઇરાદે તેના હાથમાંની છરીથી ગળાના ભાગે તેમજ ડાબા હાથે ટચલી આંગળીએ તથા ડાબા પગે સાંથળના ભાગે ઇજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપેલ. જે બાદ કલોલ પોલીસ દ્વારા આ ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

કલોલ સમાચાર