પાલિકા દ્વારા કલા મહોત્સવ-વિવિધ સ્પર્ધાઓ યોજાશે
કલોલ નગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં સ્વચ્છ ભારત મિશન અંતગર્ત સાંસ્કૃતિક કલા મહોત્સવ અને સ્વચ્છતા જાગૃતિ બાબતે સ્પર્ધાનું આયોજન કરેલ છે. આ માટે કલોલ પાલિકાએ વિવિધ અરજીઓ પણ મંગાવી છે જે ભરીને આપવાની રહેશે.
સંકૃતિક કાર્યક્રમોમાં હળવું કંઠ્ય સંગીત,એકપાત્રીય અભિનય,લોકનૃત્ય અને સોલો ડાન્સનું આયોજન કરવામાં આવશે. જેમાં ત્રણ કેટેગરી વાઈઝ વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. 11થી 15 વર્ષ,16થી 25 વર્ષ અને 26થી 45 વર્ષનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સ્વચ્છતા જનજાગૃતિ સ્પર્ધાઓમાં ચિત્ર સ્પર્ધા,શોર્ટ વિડીયો,સ્વચ્છતા લીગ સ્પર્ધાનું આયોજન કરાશે. જેમાં સોસાયટી,મોહલ્લા,ફ્લેટ,માર્કેટ એસોસિએશન,શોપિંગ સેન્ટર,હોસ્પિટલ,હોટલો,સરકારી બિલ્ડીંગ અને શાળાઓ ભાગ લઇ શકશે. આ સ્પર્ધાના ફોર્મ કલોલ નગરપાલિકા ઓફિસ રૂમ નંબર 12માંથી મેળવી તારીખ 10 જાન્યુઆરી,2021 સુધી જમા કરાવવાના રહેશે.
નોંધનીય છે કે દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ઘણા પ્રકારની ઉજવણી થઇ રહી છે. જેના અનુસંધાનમાં કલોલ નગરપાલિકા દ્વારા શહેરીજનો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના તમામ નાગરિકોને આ સ્પર્ધાઓમાં ભાગ લેવા કલોલ સમાચાર પણ અપીલ કરે છે.
કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર અહીં ક્લિક કરી ડાઉનલોડ કરો