ભૂંડ પકડવા બાબતે બબાલ
કલોલ રેલવે પૂર્વમાં મોટી બબાલ નોંધાઈ છે. ગઈકાલે માર્કેટ યાર્ડ ઓવરબ્રિજ નીચે ભૂંડ પકડવા બબાલ થઇ હતી.જેમાં એક વ્યક્તિને છરી મારતા ઘાયલ થયો છે.જેને લઈને વધુ સારવાર માટે હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા છે. કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં આ બબાલ મુદ્દે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી દર્શનસિંહ ટાંક તેના કાકા સુરજીતસિંહ કુલદીપ સિંહ અને ક્રિષ્નાસીંગ ચાર જણા ભૂંડ પકડી ને કલોલ ખાતે આવેલ હતા. આ બાદ તેઓ કલોલ રેલ્વે પૂર્વ પાણીની ટાંકી પાસે જઈને બેઠા હતા આ બાદ દસ વાગ્યે તેઓ માર્કેટયાર્ડ પુલ નીચે આવેલ ચાની કીટલીએ ચા પીવા ગયા હતા ત્યારે તેમના કુટુંબી કાકા બાઈક લઈને આવેલ અને સુરજીતસિંહ મેં કહ્યું હતું કે તમે લોકો અમારા વિસ્તારમાંથી કેમ ભૂંડ પકડો છો આ કહીને બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા.
આ બાદ આરોપીઓએ ફરિયાદીના કાકાને મનફાવે તેમ ગાળો બોલતા હતા જેથી તેઓએ ગાળો બોલવા નહીં જણાવ્યું જેથી તેઓ વધુ ઉશ્કેરાઈ અને બચુસિંહે તેમના હાથમાં ધોકો લઈને મારવા જતા સુરજીતસિંહ ખસી ગયા હતા બાદમાં આ અંગે બચુસિંહે સુરજીતસિંહને પાછળથી પકડી લીધા હતા અને તે અંગે પોતાની કમરમાંથી છરી કાઢી જાનથી મારવાના ઇરાદે પેટના ભાગે મારી હતી જોકે બધા વચ્ચે પડતાં બંને ઈસમો ભાગી ગયા હતા.
આ બાદ સુરજીતસિંહને કલોલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયેલ હતા જ્યાં તેઓને વધુ સારવાર માટે ગાંધીનગર ખસેડવામાં આવ્યા છે ત્યાંથી તેઓને આશ્કા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે આ બનાવને લઇને કલોલમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને પોલીસે ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આ બનાવને કારણે માર્કેટયાર્ડ આસપાસના વિસ્તારોમાં તંગદિલી છવાઇ ગઇ હતી તેમજ લોકોના મોટા ટોળા એકઠા થઇ ગયા હતા.
કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર અહીં ક્લિક કરી ડાઉનલોડ કરો
કલોલ પોલીસે રૂપિયા 200નો દારૂ અને પલ્સર બાઈક જપ્ત કર્યું
સઇજમાં બળદેવજી ઠાકોરના હસ્તે આયુષ નીદાન કેમ્પનું ઉદ્ઘાટન કરાયું
2 thoughts on “કલોલ પૂર્વમાં ભૂંડ પકડવા બાબતે બબાલ, છુરાબાજીમાં એક ઘાયલ ”