કલોલના બીવીએમ ફાટકે ઝડપથી ઓવરબ્રિજ બનાવવા બીએમપી આંદોલન કરશે 

કલોલના બીવીએમ ફાટકે ઝડપથી ઓવરબ્રિજ બનાવવા બીએમપી આંદોલન કરશે 

Share On

Khodiyar Parotha

ઓવરબ્રિજ બનાવવા બીએમપી આંદોલન કરશે

કલોલમાં રેલવે ફાટકે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે ત્યારે હવે બહુજન મુક્તિ પાર્ટી દ્વારા આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાર્ટીએ કલોલ પૂર્વ ફાટકની સમસ્યા અને ઓવર બ્રિજની માંગણી બાબતે પાંચ ચરણબદ્ધ કાર્યક્રમ જાહેર કર્યો છે.

બહુજન મુક્તિ પાર્ટી કલોલ દ્વારા આયોજિત આવતીકાલે તારીખ: ૦૬/૦૧/૨૦૨૨, ગુરુવાર,સમય: સવારે ૧૧:૦૦ વાગે,ડૉ. બાબા સાહેબ આંબેડકર જી ની પ્રતિમા, મજુર હાઉસિંગ મેઈન ગેટ પાસે, કલોલ પૂર્વ એ ભેગા થઈ આવેદનપત્ર આપવા જવામાં આવશે.

બીએમપીએ જણાવ્યું હતું કે કલોલ પૂર્વ ની જનતા માટે ફાટક એક રાષ્ટ્રીય સમસ્યા સમાન બની ગઈ છે, વારંવાર ફાટક બંદ હોવાથી કલોલ પૂર્વના નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે.ઘણી વાર એમ્બ્યુલન્સ ફસાઈ ને દર્દી એ જીવ ગુમાવવો પડે છે.ફાટક ની સમસ્યાના સમાધાન રૂપે ત્યાં ઓવર બ્રિજ બનાવી આપવાની વાતો આપણે વર્ષો થી સાંભળીએ છીએ. છતાં હજુ સુધી જમીનીસ્તર ઉપર કોઈ જ શરૂઆત જણાતી નથી માટેબહુજન મુક્તિ પાર્ટી અને વોર્ડ નંબર -૧૧ ના કાઉન્સિલર દ્વારા ઓવર બ્રિજનું કામ જલ્દી થી શરૂ કરવા પાંચ ચરણ માં કાર્યક્રમ યોજાશે.

પ્રથમ ચરણ આવતીકાલે તા.૦૬/૦૧/૨૦૨૨ આવેદનપત્ર આપી ને (નગરપાલિકા, મામલતદાર, પ્રાંત શ્રી ને),બીજા ચરણમાં એક દિવસીય ધારણા પ્રદર્શન,ત્રીજું ચરણ અધિકૃત કચેરીઓનો ઘેરાવ, ચોથું ચરણ વિશાળ રેલી પ્રદર્શન,પાંચમું ચરણ જરુર પડે  જેલ ભરો / રેલ રોકો આંદોલન કરાશે.

MD Auto World

કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો :  https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819     

કલોલ સમાચાર