કલોલ પૂર્વમાં બે ગાયો ગાડીને અથડાતા અફરા તફરી,આબાદ બચાવ

કલોલ પૂર્વમાં બે ગાયો ગાડીને અથડાતા અફરા તફરી,આબાદ બચાવ

Share On

MD Auto World

કલોલ પૂર્વમાં બે ગાયો ગાડીને અથડાતા અફરા તફરી

કલોલ પૂર્વ વિસ્તારમાં બે ગાયો લડતા લડતા એક વેગનઆર ગાડીને અથડાઈ હતી. જોકે ગાડીમાં હોવાને લીધે ચાલકનો બચાવ થયો હતો પરંતુ જો અન્ય બાઈક કે ચાલતા વ્યક્તિને અથડાઈ હોત તો કેવી સ્થિતિ પેદા થઇ હોત તેની કલ્પના જ ધ્રુજાવી દે છે. આ બે ગાયો ગાડીને અથડાતા તેને ઘણું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.  આ ગાયોનો માલિકીહક કોનો છે તેમ સ્વીકારવા પણ કોઈ આગળ આવ્યું નથી.કલોલમાં  સત્તા પર કોઈ પણ આવે પરંતુ સમસ્યાઓને ભોગવવાનો વારો તો હંમેશા પ્રજાનો જ આવે છે.

અત્રે નોંધનીય છે કે કલોલમાં રખડતા ઢોર,ગાયો,આખલાઓનો ત્રાસ સખ્ત વધી ગયો છે. ગમે ત્યારે એક બીજા લડાઈ શરુ કરી દેતા આખલાઓથી લોકો જોરદાર રીતે ડરી રહ્યા છે. આ સંજોગોમાં પાલિકા દ્વારા રખડતી ગાયોનો ત્રાસ દૂર કરવા નક્કર કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠી છે. કલોલ પાલિકા સામે જ ગાયો બેસી રહેતી હોવા છતાં પાલિકા ત્યાંથી ગાયો  નથી ઉઠાડી શકતી તેવી સ્થિતિ પેદા થઇ છે.

Khodiyar Parotha

આ અંગે પ્રાપ્ત વિગતો  મુજબ પૂર્વમાં રહેતા એક વ્યક્તિ પોતાની ગાડી લઈને નોકરી જવા નીકળ્યા હતા. પરંતુ ત્રિકમ નગર આગળ પહોંચતા જ તેમની ગાડીને બે લડતી ગાયો અથડાઈ હતી. જેને કારણે ગાડીને નુકશાન થયું છે. ચાલકે ગાડીમાં હોવાને કારણે તેમનો આબાદ બચાવ થયો હતો. આમ ઢોર માલિકો અને નગરપાલિકાની બેદરકારીને પગલે કોઈ નિર્દોષને નુકશાન સહન કરવાની નોબત ઉભી થઇ છે. આ સંજોગોમાં પાલિકા દ્વારા હવે તમામ રખડતા ઢોરને ડબ્બે પુરવામાં આવે તેવી ઝુંબેશ ચલાવવી જોઈએ.

કલોલમાં રખડતા ઢોરના ત્રાસના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. શહેરમાં રખડતા ઢોરનો આતંક એવો છે કે તેનાથી લોકોનો જીવ પણ જઇ શકે છે. આવી જ એક ઘટના તાજેતરમાં કલોલમાં ઘટી છે. જે ઘટનાને લઇને લોકોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે….

 

કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો :  https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819     

કલોલ સમાચાર