કલોલ સ્ટેશન રોડ પર આવેલ દુકાનો હટશે કે રહેશે
કલોલ સ્ટેશન રોડ,ટાવર રોડ તેમજ જુના ટાઉનહોલ નજીક રહેલ દુકાનો હટાવીને રસ્તો પહોળો કરવા અંગેનો કેસ ચાલી રહ્યો છે. જેનો આવતીકાલે હાઇકોર્ટમાં ચુકાદો આવશે. સ્ટેશન રોડ સહીતના વેપારીઓએ અગાઉ એક જ વકીલ રોક્યો હતો પરંતુ હવે જુના ટાઉનહોલ પાસે રહેલ વેપારીઓએ પોતાનો અલગથી વકીલ રાખતા પરિણામ બદલાઈ શકે છે. આ અંગે આવતીકાલે 12 જાન્યુઆરીના રોજ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા ચુકાદો આવે તેવી શકયતાઓ છે.
અગાઉ ગુજરાત હાઇકોર્ટની સિંગલ બેન્ચ દ્વારા કલોલ નગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો જેને હવે ચીફ જસ્ટિસની કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. કલોલના બજારમાં થતા ટ્રાફિકને કારણે લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે જેથી પાલિકાએ વર્ષો અગાઉ ભાડે આપેલ દુકાનો ખાલી કરવા હાઇકોર્ટમાં ગઈ હતી. જો હાઇકોર્ટ આવતીકાલે પાલિકા તરફી ચુકાદો આપશે તો સ્ટેશન રોડ તેમજ ટાવર પાસે રહેલ કેટલીક દુકાનો હટાવાઈ શકે છે.
આ અંગે પાલિકાએ પણ અન્ય સ્થળે વૈકલ્પિક જગ્યા આપવા નક્કી કર્યું હોવાનું સામે આવ્યું છે. આ દુકાનો હટાવીને પાલિકા દ્વારા મોટો રોડ બનાવવાનું આયોજન કરવામાં આવનાર છે. જેને લઈને ટૂંક સમયમાં કાર્યવાહી પણ થઇ શકે છે.
કલોલ નગરપાલિકા વિસ્તારમાં રેલવે સ્ટેશન આગળ તેમજ જૂના ટાઉનહોલની નજીકમાં કેબીનો ની મંજૂરી વર્ષો અગાઉ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ જેના ભાડા નગરપાલિકા દ્વારા વર્ષ 2008થી બંધ કરવામાં આવેલ છે અને ત્યારબાદ 2014 -15 માં નગરપાલિકાની ખાસ સમિતિ આ બાબતે બનાવી જેમાં શહેરીકરણ વધુ થવાને કારણે વસ્તી વધારે થવાને કારણે વાહનોની સંખ્યા વધવાના કારણે રસ્તા પહોળા કરવા જરૂરી બન્યું હતું.
આ બાબતે અગાઉ ની તમામ મંજૂરી રદ કરી અને રસ્તા પહોળા કરવા બાબતે નિર્ણય કરેલ જેના અનુસંધાને નોટીસ આપતા કેબિન ધારકોએ નામદાર કોર્ટમાં અપીલ દાખલ કરતાં નામદાર કોર્ટે આ તમામ પીટીશનો ડિસમિસ કરી છે અને નગરપાલિકાનારસ્તા પહોળા કરવા માટેનો રસ્તો ખોલી આપેલ છે અને ટૂંક સમયમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવી અને રસ્તા પહોળા કરવાની કામગીરી કરવાનો આયોજન ચાલી રહ્યું છે.
વાંચો,કયા મંત્રીએ કલોલમાં કોરોના ટેસ્ટિંગ વધારવાનો આદેશ આપ્યો ?
કલોલમાં અંબિકા બસ સ્ટેન્ડે જાહેર મુતરડી ના હોવાથી લોકો પરેશાન
2 thoughts on “કલોલ સ્ટેશન રોડ પર આવેલ દુકાનો હટશે કે રહેશે ?આવતીકાલે ચુકાદો ”