કલોલ પૂર્વમાં આવેલ મજુર હાઉસિંગ સોસાયટીમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતા દોડધામ 

કલોલ પૂર્વમાં આવેલ મજુર હાઉસિંગ સોસાયટીમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતા દોડધામ 

Share On

 પાઈપલાઈન લીકેજ થતા દોડધામ

કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં સાબરમતી ગેસની પાઇપલાઈન લીકેજ થઇ હતી. ગેસની પાઇપ તૂટતાં દોડધામ મચી ગઈ હતી તેમજ  લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. કલોલ પૂર્વમાં આવેલ મજુર હાઉસિંગ સોસાયટીમાં સાબરમતી ગેસની પાઇપ મકાનના ખોદકામ દરમિયાન તૂટી હતી, જેને લઈને કંપની દ્વારા રીપેરીંગ કરી લીકેજ અટકાવ્યું હતું.
પૂર્વમાં એક મકાન નવું બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે જેને લઈને થોડા મહિના અગાઉ કંપનીને તેની જાણ પણ કરવામાં આવી હતી. જોકે કંપની દ્વારા કોઈ પગલાં લેવાયા ના હોવાનો આક્ષેપ કરવામાં  આવ્યો હતો. આજે સવારે 10 વાગ્યાની આસપાસ ગેસની પાઇપલાઈન લીકેજ થઇ હતી. જેને કારણે  સાબરમતી ગેસ કંપનીને જાણ કરવામાં આવતા તેઓના માણસો દ્વારા રીપેરીંગ કરવામાં આવ્યું હતું. અહીં રીપેરીંગ બાદ ગેસ લીકેજ અટકી જતા આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

કલોલ સમાચાર