ડીંગુચાના પટેલ પરિવાર વિશે નવો ઘટસ્ફોટ થયો,એજન્ટે કેટલા લીધા ?

ડીંગુચાના પટેલ પરિવાર વિશે નવો ઘટસ્ફોટ થયો,એજન્ટે કેટલા લીધા ?

Share On

 ડીંગુચાના પરિવાર વિશે સંબંધીઓ-પોલીસ શું કહે છે

કેનેડા સરહદ પર મૃત્યુ પામેલ ડીંગુચાનો પટેલ પરિવાર દસ દિવસ અગાઉ કેનેડા ગયો હતો. તેમનો પરિવાર 4 દિવસથી ગુમ છે, પુત્ર 10 દિવસ પહેલાં કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો. પરિવારના અન્ય એક જણાવ્યું કે હવે સોમવારે એમ્બેસીમાંથી માહિતી મળશે.

કેનેડામાં માર્યા ગયેલ પરિવાર વિશે નવો ખુલાસો થયો છે. એક અખબારના અહેવાલ અનુસાર પટેલ પરિવારે  કેનેડાથી અમેરિકા બોર્ડરમાં એન્ટ્રી કર્યા પછી સ્થાનિક એજન્ટને 1 કરોડ 65 લાખ ચૂકવવાનું નક્કી કર્યું હતું,

કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર કે.કે.દેસાઈએ જણાવ્યું હતું કે, “અમારા રેકોર્ડ મુજબ, પરિવાર વિઝિટર વિઝા પર કેનેડા ગયો હતો તેથી જ્યાં સુધી અમને MEA દ્વારા જાણ કરવામાં ન આવે ત્યાં સુધી તપાસ માટે કોઈ કારણ નથી. જોકે, એક ટીમે ગામની મુલાકાત લીધી હતી. કલોલના મામલતદારે જણાવ્યું હતું કે હજુ સુધી આ વાતને સત્તાવાર સમર્થન મળ્યું નથી.

 

ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે ડીંગુચા ગામનો એક પરિવાર ગેર કાયદે વિઝા પર કેનેડા જઈ રહ્યો હોવાની અમને જાણ થઈ છે. પરંતુ અમને મૃતકો વિશે કોઈ માહિતી મળી નથી કે તેઓ એક જ ગામના રહેવાસી હતા કે કેમ તે અમને ખબર નથી. આર્યએ કહ્યું કે આ મામલે વિદેશ મંત્રાલય અથવા કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી કોઈ સંપર્ક કે વાતચીત કરવામાં આવી નથી. જણાવી દઈએ કે યુએસ-કેનેડા બોર્ડર પર ભારે ઠંડીના કારણે જીવ ગુમાવનારાઓમાં એક નવજાતનો પણ સમાવેશ થાય છે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી કલોલ સમાચાર ઓનલાઇન એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

પરિવારના ગુમ થયેલા સભ્યોના વર્ણનો – એક 39 વર્ષીય વ્યક્તિ, તેની 37 વર્ષની પત્ની અને તેમની 17 વર્ષની પુત્રી અને ચાર વર્ષના પુત્ર -ના વર્ણનો સાથે મેળ ખાય છે. કેનેડામાં ચાર વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા. પરિવારને જાણતા લોકોએ જણાવ્યું હતું કે તેઓ વિદેશમાં તેમની પ્રથમ મુલાકાતે વિઝિટર વિઝા પર કેનેડા ગયા હતા. ગુમ થયેલા સભ્યો બુધવારથી તેમના સંબંધીઓ સાથે સંપર્કમાં ન હતા – તે જ દિવસે કેનેડામાં ચાર મૃતદેહો મળી આવ્યા હતા.

માનવ તસ્કરીની મોટી ગેંગના પરિપ્રેક્ષ્યમાં આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને આ કેસમાં ગેરકાયદેસર રીતે યુએસમાં રહેતા અન્ય સાત ભારતીયોની પણ ધરપકડ કરવામાં આવી છે.

 

 

યુએસ-કેનેડા બોર્ડર પર મૃત્યુ પામેલ પટેલ પરિવાર કલોલનો હોવાની આશંકા

કલોલ સમાચાર ભારત સમાચાર