Success Story : આ દલિત મહિલા ઘેર ઘેર કોલસા વેચતાં હતા, આજે છે અબજોના માલિક

Success Story : આ દલિત મહિલા ઘેર ઘેર કોલસા વેચતાં હતા, આજે છે અબજોના માલિક

Share On

Success Story : કોલસા  વીણવાથી લઈને અબજોની બ્રાન્ડ ઉભી કરવાની કહાની

સંઘર્ષથી સફળતાની ઘણી વાતો જોઈ અને સાંભળી હશે કે પરંતુ આ વાત છે તે બધાં કરતા કંઇક અલગ છે. વાત છે સવિતાબેન કોલસાવાળાની. વર્ષો અગાઉ ગુજરાન ચલાવવા સવિતાબેન ઘેર ઘેર કોલસા વેચતાં હતા આજે  સંઘર્ષ કરીને અબજોપતિ મહિલા બની ગયા છે. સિરામિકની દુનિયામાં તેમની કંપનીનું નામ ઘણું વધુ આગળ પડતું છે. વાંચો તેમની Success Story.

સવિતાબેન કોલસાવાળા અમદાવાદની એક ગરીબ ચાલીમાં રહેતાં હતા. તેમનાં પતિ એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કંડકટર હતા [પરંતુ એટલી આવક પુરતી નહોતી કે ઘરનું ગુજરાન ચાલે. પરિવારની આર્થિક સ્થિતિ જોઇને સવિતાબેને પણ કંઇક કામ કરવાનું નક્કી કર્યું જેનાથી ઘર ચલાવવામાં મદદ થાય.  જો કે સૌથી મોટી મુશ્કેલી એ હતી તે તેઓ ભણ્યાં નહોતા જેના કારણે કામ મેળવવામાં પણ સમસ્યા પેદા થઇ હતી.

જો ઘણા પ્રયત્નો પછી પણ તેમને નોકરી મળી નહોતી. ત્યારબાદ તેમણે પોતાના માતા પિતાના કામને અપનાવી લીધું.  સવિતાબેનનાં માતાપિતા કોલસો વેચવાનું કામ કરતાં હતા. જો કે શરૂઆતમાં મૂડી નાં હોવાને કારણે  તેમને તકલીફોનો સામનો કરવો પડ્યો પણ તેનો ઉકેલ તેઓ શોધી લાવ્યા. તેઓ અમદાવાદની મિલોમાંથી સળગેલો કોલસો લાવીને થેલામાં ભરીને ઘેર ઘેર વેચવા લાગ્યા. આમ તેમનાં કામની શરૂઆત થઇ. જો કે મંજિલ હજુ ઘણી લાંબી હતી.

આમ સંઘર્ષ કરતા કરતા તેઓએ કોલસાની નાની એવી દુકાન પણ શરુ કરી દીધી. થોડા સમય બાદ તેમને નાના કારખાનાઓનાં ઓર્ડર મળવાના પણ શરુ થઇ ગયા. આ કામ ચાલતું હતું ત્યારે એક કારખાનાવાળાએ તેમને જથ્થાબંધ કોલસાનો ઓર્ડર આપ્યો. આ બાદ તેમને વધુ ઓર્ડર મળવાના શરુ થતાં તેમણે સિરામિકની ભઠ્ઠી શરુ કરી દીધી. સારી ક્વોલિટીની સિરામિક બનાવવાને કારણે તેનું વેચાણ વધ્યું અને તેની નામના બધે ફેલાઈ ગઈ.

આ બાદ તેમણે મોટું કારખાનું નાખવાનું વિચાર્યું અને ૧૯૮૯ માં પ્રીમિયર સિરામિક્સનું નિર્માણ શરુ કર્યું. તેમાં કપ અને પ્લેટ બનતા હતા. આ કારખાનું ખુબ ચાલ્યું અને પાંચ લાખ કપ – રકાબી અમદાવાદમાં વેચાઈ જતા હતા. ત્યાર સુધીમાં તેમણે  અમદાવાદ – મહેસાણા હાઈવે પર એક જમીન ખરીદી લીધેલી. ત્યાં સ્ટર્લીંગ લિમિટેડ નામની સિરામિક ફેક્ટરી શરુ કરી. આ કંપની સિરામિક ટાઈલ્સ બનાવે છે તેમજ દેશ વિદેશમાં તેના ઘણા બધા ખરીદદારો છે.

આમ સવિતાબેન સંઘર્ષ અને ગરીબીમાંથી આગળ આવ્યાં છે. વર્ષો અગાઉ ઘેર ઘેર જઈને કોલસા વેચવાનો સખ્ખત પરિશ્રમ કર્યો છે.  હાલ તેમની ગણના મોટા ઉદ્યોગપતિઓમાં થાય છે. તેમની પાસે હવે આલીશાન બંગલો અને ઓડી, મર્સિડીઝ, પજેરો જેવી લકઝરીઓ કાર ધરાવે છે જે તેમનાં સંઘર્ષને લઈને મળી છે.
 A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

ગુજરાત સમાચાર