જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બે દુકાનો બળીને ખાખ…….
કલોલમાં પાયગા સ્કૂલની સામે આવેલ દુકાનોમાં આજ રોજ સવારે આગ લાગવાની ઘટના બની હતી. વહેલી પરોઢિયે લાગેલ આગને કારણે લોકોમાં નાશ ભાગ મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બે દુકાનો આગના ચપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, આજરોજ વહેલી પરોઢિયે કલોલના પાયગા સ્કૂલની સામેના ભાગમાં આવેલ બ્રહ્માણી સાયકલ તેમજ તેની પાછળના ભાગમાં આવેલ અન્નપૂર્ણા કચરિયા નામની દુકાનમાં ભયાનક આગ લાગી ગઈ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બંને દુકાનમાં રાખવામાં આવેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે રાહતની વાત એ છે કે ઘટના વહેલી પરોઢિયે બની હોવાથી બંને દુકાનોમાં કોઈ હાજર ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી.
ઘટનાને પગલે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. લગભગ એક કલાક સુધી ચલાવવામાં આવેલ પાણીના મારાથી ફાયર બ્રિગેડને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે દુકાનો બંધ હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી.
આગની ચપેટમાં આવેલ બંને દુકાનોમાં રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. તેમજ દુકાનના ઉપરના છજામાં પણ ભારે નુકસાન થયું હોવાની માહિતી મળવા પામી છે. આગ લાગવા પાછળનું મુખ્ય કારણ દુકાનમાં શોર્ટ સર્કિટ થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી. લગભગ એક કલાક સુધી પાણીનો મારો કરીને ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો.