કલોલ અંબિકા બસ સ્ટેન્ડ આગળથી વિદેશી દારૂ ભરેલ રીક્ષા ઝડપાઇ 

કલોલ અંબિકા બસ સ્ટેન્ડ આગળથી વિદેશી દારૂ ભરેલ રીક્ષા ઝડપાઇ 

Share On

અંબિકા આગળથી વિદેશી દારૂ ભરેલ રીક્ષા ઝડપાઇ

કલોલ શહેર અને તાલુકામાંથી દારૂ પકડાવવાનું અચાનક વધી ગયું છે. બે દિવસ અગાઉ તાલુકા પોલીસ દ્વારા પાંચ સ્થળોએ રેડ કરી હતી. જ્યારે ગઈકાલે શહેર પોલીસ દ્વારા અંબિકા બસ સ્ટેન્ડ આગળ દારૂ ભરેલ રીક્ષા ઝડપી લઈને ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

કલોલ શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે અંબિકા બસ સ્ટેન્ડ ખાતે એક સીએનજી રીક્ષા ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ભરીને લઈને આવે છે જેથી નજીકમાંથી બે પંચના માણસો બોલાવી તેમની હકીકતથી વાકેફ કરીને પીસીઆર વાહન સાથે વોચ ગોઠવી હતી.
આ હકીકત વાળી રીક્ષા આવતા જ પોલીસે તેને આગળના ભાગે કોર્ડન કરી રીક્ષાને ઊભી રખાવી ડ્રાઇવરની સીટ ઉપર એક ઈસમ બેઠેલ જેને નામ પુછતાં તેણે પોતાનું નામ દિનેશ જી શંકરજી સોલંકી રહે આઝાદ નગર રેલ્વે પૂર્વ જણાવેલ જેથી આ ઈસમને રિક્ષામાંથી નીચે ઉતારી રિક્ષામાં પંચો રૂબરૂ તપાસ કરતા એક થેલામાં વિદેશી દી વિદેશી દારૂની બોટલો મળી આવેલ હતી.
 જેને લાઇટના અજવાળે જોતા એક કાળા કલરના થેલામાં ત્રીસ નંગ જિન રોયલ બીજેએન એન ઓન્લી ફોર સેલ રાજસ્થાન લખેલ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે એક ક્વાર્ટરની કિંમત સો ગણી રૂપિયા 3000 નો  દારૂ જપ્ત કર્યો હતો તેમજ સીએનજી રીક્ષા આશરે રૂપિયા દોઢ લાખ ગણિત તેને પણ જપ્ત કરી લીધી હતી. પોલીસે દિનેશજી શંકરજી સોલંકી વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

કલોલ સમાચાર