8 લાખ રૂપિયા ઉઠાવનાર આરોપીઓ પકડાયા
પોલીસે પોતાની હોંશિયારી અને નાગરિકોની સલામતી માટે એકદમ સજાગ હોવાનો પુરાવો આપ્યો છે. પોલીસે સિંદબાદ આગળ વેપારીના 8 લાખ રૂપિયાની ઉઠાંતરી કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. કલોલ ખાતે સિંદબાદ બ્રિજ પાસે રોડ પર કાર ઊભી રખાવી કાર ચાલકની નજર ચૂકવી બાઈક અને એક્ટિવા પર આવેલા ચાર ઈસમો રૂ. 8 લાખ ભરેલી બેગની ઉઠાંતરી કરીને ફરાર થઇ ગયા હતા.
જોકે હવે આ ગુનામાં એસીબીની ટીમે પૂર્વ બાતમીના આધારે બે આરોપીઓની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. એસીબીએ બાતમીના આધારે કલોલ અંબિકા બ્રિજ નજીકથી બે શખ્સોને શંકાસ્પદ હાલતમાં એક્ટિવા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જેમના નામ ઠામ પૂછતાં તેમણે પોતાના નામ પ્રફુલ ઉર્ફે પારસ અતુલભાઈ ઘમંડે તેમજ કુણાલ ઉર્ફે તીરીયો કિરીટભાઈ ગારંગે હોવાનું જાણવા મળ્યું હતું.
વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેઓએ આ અગાઉ ચાંદખેડા ખાતે ગાડીનો કાચ તોડી બેગની ઉઠાંતરી કરેલી હતી. તેમજ અડાલજના હનુમાન મંદિર ખાતેથી પણ દોઢ લાખ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી તેમજ ભાટ અને કલોલ ખાતેથી પણ આજ રીતે ગુના આચર્યા હતા.
2 thoughts on “કલોલ સિંદબાદ હાઇવે પર 8 લાખ રૂપિયા ઉઠાવનાર આરોપીઓ પકડાયા”