મૃતક ઇસમ શોરૂમ માંથી નવું જ એક્ટિવા ખરીદી ને અમદાવાદ પોતાના ઘરે જઇ રહ્યો હતો…..
કલોલ માં આજરોજ દુઃખદ ઘટના સામે આવી હતી. જેમાં હાઇ વે પર થયેલ અકસ્માત માં એક્ટિવા ચાલક નું કરૂણ મોત નિપજ્યું હતુ. ઘટના ને પગલે હાઇ વે પર લોક ટોળું ઉમટી પડ્યું હતું. મૃતક ઇસમ શોરૂમ માંથી નવું જ એક્ટિવા છોડાવી ને અમદાવાદ પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા. તે જ સમયે આ કરુણ ઘટના બની હતી.
મળેલ માહિતી અનુસાર, કલોલ માં આજરોજ સાંજ ના સમયે જૈન જીતેન્દ્ર ભાઈ સુરેશભાઈ (ઉ.વ, ૪૦) કલોલ માં આવેલ રોયલ હોન્ડા શોરૂમ માંથી નવું એક્ટિવા ખરીદી ને પોતાના ઘરે અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગાયત્રી મંદિર પાસે મેઈન હાઇવે પર એક્ટિવા ચાલક જીતેન્દ્ર ભાઈ ને પૂરપાટ ઝડપે આવી રહેલ કોઈ અજાણ્યા વાહને ધડાકાભેર ટક્કર મારી હતી. જેથી એક્ટિવા ચાલક જમીન પર પટકાયો હતો અને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.
મૃતક યુવાન મૂળ અમદાવાદ માં આવેલ રાણીપ વિસ્તાર નો રહેવાસી હોવાનું જાણવા મળેલ છે, હાલ તો પોલીસે મૃતક ની લાશ ને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.