જમીન કૌભાંડ : અમિત ચાવડા સહિતનાં કોંગ્રેસના નેતાઓ કલોલનાં મુલસણા પહોંચ્યા, ગાંધીનગર કૂચ કરવાની ચિમકી
BY પ્રશાંત લેઉવા
કલોલ
કલોલ : કલોલ તાલુકાના મુલસણામાં પૂર્વ કલેકટર દ્વારા હજારો કરોડનું જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેમાં ભાજપના નેતાઓએ કૌભાંડ આગળ વધારવામાં ભાગ ભજવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિતનાં કોંગ્રેસના આગેવાનોએ મુલાસણાની મુલાકાત લીધી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે મુલસણા ગામે પાંજરાપોળની 20,000 કરોડની કિંમતની 60 લાખ ચો.મીટર જમીન ગેરકાયદેસર રીતે બિલ્ડરોને પધરાવી તે કૌભાડમાં અધિકારીઓને જૈલમાં પૂર્યા પરંતુ મોટા નેતાઓની મિલીભગતથી બિલ્ડરો આજે પણ એ જમીન પર બેફામ બાંધકામ કરી રહ્યા છે.
આ જમીનને મૂળ સ્થિતિમાં પાછી લાવવા અને ગણોતિયાઓના અધિકાર મળે તે લડત લડતા મુલાસણા ગામના ખેડૂતોની મુલાકાત લઈને અસરગ્રસ્ત પરિવારોને અને જમીન પર થતા ગેરકાયદેસર બાંધકામની પણ જાત માહિતી મેળવી હતી.અમિત ચાવડાના નેતૃત્વમાં 20,000 કરોડના કૌભાંડ વાળી જમીનને મૂળ સ્થિતિમાં પાછી લાવવા અને ગણોતિયાઓના અધિકાર મળે તે લડત લડતા મુલાસણા ગામના ખેડૂતોની મુલાકાત લઈ અસરગ્રસ્ત પરિવારોની વ્યથા સાંભળી હતી.
સરકાર ન્યાય નહિ આપે તો ખેડૂતોને સાથે રાખી “ગાય બચાવો, ગૌચર બચાવો” નારા સાથે ખેડૂત પરિવારો તેના ઢોર ઢાંખર સાથે ગાંધીનગર કૂચ કરશે તેમ અમિત ચાવડાએ જણાવ્યું હતું.આ વિજયભાઈ રૂપાણીની સરકારનું જ કૌભાંડ છે તેવું નહિ, આ કૌભાંડને આગળ વધારવાનું કામ આ ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકારે પણ કર્યું છે તેમ તેઓએ ઉમેર્યું હતું.