યુદ્ધે ચડેલા આખલાઓએ બે વાહનોને અડફેટે લીધા……
કલોલમાં આખલા યુદ્ધ સર્જાવવાના વારંવાર દ્રશ્ય સામે આવતા હોય છે. આ વખતે સર્જાયેલ આંખલા યુદ્ધ કલોલ ના પાંચ હાટડી બજાર ની પાસે આવેલ કોહિનૂર સારી ખાતે સર્જાયું હતું. ગઈકાલે રાત્રિના સમયગાળા દરમિયાન આખલાઓ યુદ્ધ ચડ્યા હતા.
યુદ્ધે ચડેલા આખલાઓએ બે વાહનોને અડફેટે લઇ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. કલોલની કોહિનૂર સારી ની પાસે આવેલ ગામેચાના વાસ ખાતે આખલાઓ યુદ્ધે ચડતા લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યા હતા. કલોલ ના ભરચક પાંચ હાટડી બજારને અડીને જ આવેલ આ જગ્યા પર આખલાઓના યુદ્ધને કારણે લોકોમાં ડરનો માહોલ પ્રસર્યો હતો. આ યુદ્ધને કારણે તંત્રની ઢોર પકડની કામગીરી માત્ર કાગળ સીમિત જ હોય તેવા લોકોએ આક્ષેપ કર્યા હતા.
કલોલ ના બજારોમાં આ પ્રકારના આખલા યુદ્ધ ના દ્રશ્યો વારંવાર સર્જાતા હોય છે. ઘણી વખત આખલા યુદ્ધને કારણે રાહદારીઓના જીવ તાળવે ચોંટી જતા હોય છે. જેથી કરીને પાલિકા તંત્ર દ્વારા યોગ્ય પગલા લઇ ઢોર પકડની કામગીરી ફરીથી પુર જોશમાં શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કોહિનૂર સાડી પાસે નો વિસ્તાર થોડાક સમય માટે આખલાઓએ પોતાના બાનમાં લઈ લીધો હોય તેમ સુમસામ થઈ ચૂક્યો હતો.
તંત્ર ત્વરિત ધોરણે ઢોર પકડ ઝુંબેશ શરૂ કરાવે તેવી માંગ ઉઠી છે. આખલા યુદ્ધ જેવી ઘટનાઓ કલોલમાં દિવસેને દિવસે વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. જેથી કરીને ત્વરિત ધોરણે તંત્ર દ્વારા આ આખલા યુદ્ધ થી કોઈનો જીવ જોખમાય નહીં, તે માટે ત્વરિત પગલા લઈ ઢોર પકડ ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ છે.