પેંશનર મંડળના હોદ્દેદારોની નિમણુંક
કલોલ શહેર તાલુકા પેંશનર મંડળની સાધારણ સભા યોજાઈ હતી. હાઇવે ખાતે આવેલ ગાયત્રી મંદિર હોલ ખાતે યોજાયેલ સાધારણ સભામાં પ્રમુખ,મંત્રી સહીતના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. પેંશનર મંડળ દ્વારા કલોલ શહેર તાલુકા પ્રમુખ તરીકે કાંતિભાઈ પ્રજાપતિ,મંત્રી તરીકે દેસાઈ બાબરભાઈ,સહમંત્રી તરીકે નટવરભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.
વધુમાં ઉપપ્રમુખ તરીકે ધીયા રમેશચંદ્ર,મોચી જયંતિલાલ,ખંજાનચી તરીકે કનૈયાલાલ પટેલ,સહ ખજાનચી તરીકે પંડ્યા પોપટલાલ,આંતરિક ઓડિટર પદે રાવલ પ્રવિણચંદ્ર,કારોબારી સભ્ય તરીકે દશરથભાઈ પ્રજાપતિ,અરવિંદભાઈ પરમાર,રમણભાઈ સોલંકી,રામભારથી ગોસ્વામી,જેસંગભાઈ પટેલ,ગોવર્ધનભાઈ જેઠાભાઇ તેમજ રીટાબેન નાયકની નિમણુંક કરવામાં આવી હતી.
સામાજિક કાર્યકર નિલેશભાઈ આચાર્યે અંડરબ્રિજમાંથી પાણીનો નિકાલ કરાવ્યો
કલોલમાં એક્ટિવામાંથી દારૂ પકડાતાં ખેપિયાઓ ઉભા રોડે મુઠ્ઠીઓ વાળી ભાગ્યા