ગાયત્રી મંદિર સામે ગઠિયા દોઢ લાખ રૂપિયા લઈને રફુચક્કર
કલોલના ચોર ઉચ્ચકાઓ બેફામ બની ગયા છે. ગમે ત્યારે ક્યારે તમારી સાથે છેતરપિંડી થઇ જાય તે નક્કી નહીં. આવો જ એક બનાવ કલોલ ગાયત્રી મંદિર સામે બન્યો છે.કલોલ હાઇવે પર પૈસા પડી ગયા હોવાનું કહીને ગઠિયા સ્કૂટીની ડેકીમાંથી દોઢ લાખ રૂપિયા લઈને નાસી ગયાની ફરિયાદ કલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પૈસા લેવા રોડ પર ગયા
કલોલમાં રહેતા રાજેશભાઈ પટેલ કમર્ચારીઓનો પગાર કરવાનો હોવાથી બેન્કમાંથી નાણાં ઉપાડી પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા.જોકે ગાયત્રી મંદિર સામે આવેલ વીમા દવાખાને પહોંચ્યા ત્યારે એક્ટિવ પર આવેલ બે વ્યક્તિઓએ તેમને પૈસા પડી ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી તેઓ પૈસા લેવા રોડ પર ગયા હતા.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
આ તરફ એક્ટિવાની પાછળ બેસેલ એક વ્યક્તિ તેમની સાથે આવ્યો હતો તો બીજો વ્યક્તિ સ્કૂટી પાસે ઉભો રહ્યો હતો. જોકે રાજેશભાઈના પૈસા ના હોવાથી તેમણે રૂપિયા એક્ટિવાવાળા શખ્સને આપી દીધા હતા. આ બાદ તેઓ ઘરે પહોંચ્યા પરંતુ ડેકીમાંથી રૂપિયા નીકળ્યા નહોતા. જેથી રસ્તામાં મળેલ બે ગઠિયાઓએ આ રૂપિયા ચોરી કર્યા હોવાની શંકા જતા કલોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યાં શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
