ચૂંટણી ના દિવસે વેતન તેમજ જમવાનું ફાળવવામાં આવે તેવી આશા વર્કરોની માંગ……
વિધાનસભાની ચૂંટણીનો ગણતરી નો સમય બાકી છે ત્યારે આજરોજ આશા વર્કર બહેનો મેદાને ઉમટી હતી, કલોલ તાલુકાની સમગ્ર આશા વર્કર બહેનો આજરોજ મામલતદાર કચેરી ખાતે પહોંચી જઈ ચૂંટણીમાં તેમને જમવાનું તેમજ વેતન આપવામાં આવતું ન હોવાના આક્ષેપ સાથે પ્રાંત ઓફિસમાં જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ પ્રાંત ઓફિસર દ્વારા તેમનું આવેદનપત્ર તાલુકા આરોગ્ય કચેરીને આપવા માટે સૂચન કરાતા આ બહેનો તાલુકા આરોગ્ય કચેરી ખાતે પહોંચી જઈ પોતાનું આવેદનપત્ર અધિકારીને આપ્યું હતું.
આશા વર્કર બહેનોનો આક્ષેપ છે કે ચૂંટણીના દિવસ દરમિયાન તેમની પાસે કામ કરાવવામાં આવે છે પરંતુ તેમને વેતન અને જમવાનું આપવામાં આવતું નથી, જ્યારે અન્ય અધિકારીઓને આ સુવિધા સરકાર તરફથી ફાળવવામાં આવતી હોય છે.
જેથી કલોલ તાલુકા ની આશા વર્કર બહેનો એ કામનું વેતન આપવા તેમજ જમવાનું આપવા માટે તાલુકા આરોગ્ય અધિકારી ને આવેદનપત્ર આપ્યું હતું. જો સરકાર દ્વારા વેતન આપવામાં નહીં આવે તો તે દિવસે કામ પ્રત્યે અડગા રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.