કલોલમાં બળદેવજી ઠાકોરે હજારોની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું, ઠાકોર સેનાએ આપ્યું સમર્થન

કલોલમાં બળદેવજી ઠાકોરે હજારોની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું, ઠાકોર સેનાએ આપ્યું સમર્થન

Share On

કલોલમાં બળદેવજી ઠાકોરે હજારોની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું, ઠાકોર સેનાએ આપ્યું સમર્થન


કલોલ બેઠક પર બળદેવજી ઠાકોરે ડીજેના તાલે સભા સરઘસ યોજીને મોટી સંખ્યામાં ટેકેદારોની હાજરીમાં પોતાનું ચૂંટણી ફોર્મ ભર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિવિધ બેઠકોના ધારાસભ્યો કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

બળદેવજી ઠાકોરે મામલતદાર કચેરી સુધી રેલી કાઢી હતી. બળદેવજી ઠાકોરે આ વખતે પણ તેમને જીતાડવા લોકોને અપીલ કરી હતી. આજે યોજાયેલ સભામાં ઠાકોર સેનાએ કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. કલોલમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પોતાનું ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે સુરેશભાઈ પટેલ, ગેનીબેન ઠાકોર, રઘુભાઈ દેસાઈ,ભરતજી ઠાકોર ઉપસ્થિત રહ્યાં હતા. કલોલ બેઠક પર સૌથી વધુ સંખ્યામાં ઠાકોર મતદારો છે જ્યારે પાટીદારો બીજા ક્રમાંકે છે. બળદેવજી ઠાકોર આ અગાઉ સતત બે વખત ચૂંટણી જીત્યા છે. આજની સભામાં તેમને પોતાને ત્રીજી વખત જંગી બહુમતીથી જીતાડવા લોકોને અપીલ કરી હતી. બળદેવજી ઠાકોરે પોતાના ભાષણમાં ભાજપની આકરી ઝાટકણી કાઢી હતી.

રાજેશ હોસ્પિટલનો બાયો મેડિકલ વેસ્ટ જાહેરમાં ઠાલવતું પાલિકાનું ટ્રેકટર લોકોએ પકડ્યું

 

કલોલ સમાચાર