Big Breaking : બળદેવજી ઠાકોર સોમવારે કલોલ બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરશે
કોંગ્રેસના ઉમેદવાર અને ચાલુ ધારાસભ્ય બળદેવજી ઠાકોર કલોલ વિધાનસભા બેઠક માટે 14 નવેમ્બર સોમવારના રોજ પોતાનો ઉમેદવારી ફોર્મ ભરશે. કોંગ્રેસે આશરે 50 જેટલા પોતાના ધારાસભ્યોને રીપીટ કર્યા છે જેમાં બળદેવજી ઠાકોર નો પણ સમાવેશ થાય છે.
અગાઉથી જ નક્કી થયા મુજબ કલોલ બેઠક પર ટિકિટ પાક્કી હોવાથી તેમણે ચૂંટણીની તૈયારીઓ આદરી દીધી હતી. તેઓએ એક મહિનાની અંદર બે મોટી રેલીઓ નું આયોજન પણ કર્યું હતું. કલોલ બેઠક પર પાંચ ડિસેમ્બરે મતદાન યોજનાના છે હાલ બળદેવજી ઠાકોર કલોલ બેઠક ના ગામડાઓ તેમજ શહેરમાં પોતાનો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા આયોજિત પરિવર્તન સંકલ્પ યાત્રા કલોલ પહોંચી હતી ત્યારે પણ રેલી અને સભાના આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને બળદેવજી ને જીતાડવાનો સંકલ્પ લીધો હતો.
કલોલ બેઠક પર ઉમેદવાર જાહેર થયા અગાઉ જ ભાજપમાં જૂથવાદના એંધાણ
પ્રાપ્ત માહિતી અનુસાર બળદેવજી ઠાકોર સોમવારે પોતાનો ઉમેદવારે ફોર્મ ભરશે 9:00 વાગ્યાથી તેમનું સરઘસ શરૂ થશે અને મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા જવાનું હોવાની સૂચના કાર્યકરોને આપી દેવામાં આવી છે.